You Tuber Dhawal Domdia
સૌરાષ્ટ્રમાં સાત-આઠમના તહેવારમાં લોકો વધારે પ્રમાણમાં જુગાર રમતા હોય છે. જૂનાગઢ LCB એ રહેણાંક વિસ્તારમાં ચાલતા જુગારધામ પર રેડ પડી હતી. તેમાં ‘જીગલી’ તરીકે ફેમસ યુટ્યુબર ધવલ દોમડિયા (You Tuber Dhawal Domdia) સહિત 5 લોકોને ગત રાત્રે જુગાર રમતા ઝડપી પાડ્યા છે. તેમની પાસેથી રોકડ રકમ, મોબાઇલ અને વાહનો સહિત 1.15 લાખનો મુદ્દામાલ ઝડપ્યો છે.
જુનાગઢ LCB ને શહેરના મધુરમ વિસ્તારમાં કૃષ્ણપાર્કમાં એક રહેણાંક મકાનમાં જુગાર રમવાનું ચાલતું હોવાની બાતમી મળી હતી. આ આધારે પોલીસે રહેણાંક મકાનમા રેડ પડી હતી. જેમા પોલીસે ‘જીગલી’ તરીકે પ્રખ્યાત યુટ્યુબર ધવલ દોમડિયા (You Tuber Dhawal Domdia) સહિત 5 શખ્સોને જુગાર રમતા ઝડપી પાડ્યા હતા.
પોલીસે રેડ પાડી જુગાર રમતા પાંચેય લોકો પાસેથી રોકડ રૂપિયા 25 હજાર 90 તથા 40 હજારના 8 મોબાઈલ ઝડપ્યો. તેમજ 50 હજારની બે મોટર સાયકલ સહિત કુલ 1,15, 600 રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. તો આ સાથે જ પાંચેયની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.
નામ | ઉંમર |
ધવલ જયેન્દ્રભાઈ દોમડિયા | ઉં.વ.24 |
કમલેશ હરસુખભાઈ ટાંક | ઉં.વ.32 |
નંદન બકુલભાઈ પંડ્યા | ઉં.વ.24 |
ધવલ દેવશીભાઈ ભેડા | ઉં.વ.24 |
જીગર હિમાંશુભાઈ કેલૈયા | ઉં.વ.24 |
આ પણ વાંચો : Mask ન પહેરવા પર દંડની રકમમાં ફરીથી થયો વધારો : ગુજરાત
થોડા વર્ષો પહેલા ‘જીગલી અને ખજૂર’ના ફની વીડિયોમાં ધવલ દોમડિયા (You Tuber Dhawal Domdia) જીગલીનું પાત્ર ભજવતો હતો. આ જીગલી ખજૂર ઘણું જ લોકપ્રિય થયુ હતુ. જો કે, ઘવલે એન્જિનિયરીંગનો અભ્યાસ કર્યો છે. તથા લોકોને હસાવવા માટે તે વિવિધ પ્રકારના ફની વીડિયો બનાવે છે.
આ પણ વાંચો : Kisan Yojana :CM રૂપાણી દ્વારા મુખ્યમંત્રી આ યોજનાની જાહેરાત
- દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
- PTN News App – Download Now
- Website :- Gujarati – Hindi – English
- Facebook :- Like
- Twitter :- Follow
- YouTube :- Subscribe
- Sharechat :- Follow