Mask

વૈશ્વિક મહામારી કોરોનાનો કાળો કહેર ગુજરાત સહીત સમગ્ર દેશમાં યથાવત છે. ત્યારે કોરોનાથી બચવા માટે લોકોને માસ્ક (Mask) પહેરવું ફરજિયાત થયું છે. પહેલા માસ્ક ન પહેરવા પર ગુજરાતમાં પહેલા રૂપિયા 200 તથા ત્યારબાદ 500 રૂપિયા દંડ કરાયો હતો. તો હવે ગુજરાત હાઈકોર્ટે ચુકાદો આપ્યા પછી માસ્ક ન પહેરવા પર દંડની રકમમાં ફરીથી વધારો કરાયો છે.

CM વિજય રૂપાણીએ માસ્ક (Mask) નો દંડ વધારવાની જાહેરાત કરી છે. ગુજરાત હાઈકોર્ટે આપેલા ચુકાદા પ્રમાણે રાજ્યમાં આવતીકાલથી માસ્ક (Mask) ન પહેરવા પર રૂ. 1000 દંડ લેવાની જાહેરાત કરવામાં આવી છે. રાજ્યમાં આવતીકાલ એટલે કે 11 ઓગસ્ટ, મંગળવારથી જાહેરમાં માસ્ક ન પહેરનારા વ્યક્તિઓને 1000 રૂપિયાનો દંડ કરવામાં આવશે.

આ પણ વાંચો : Former President પ્રણવ મુખર્જી આવ્યા કોરોનાની ઝપેટમાં

CM વિજય રૂપાણીએ અપીલ કરી કે આગામી જન્માષ્ટમી સહિતના તહેવારોમાં લોકો બહાર નીકળીને ભીડ ભાડ ના કરે. કારણકે કોરોના સંક્રમણ આવી ભીડભાડથી વ્યાપક ફેલાય છે. તેથી આવા સંક્રમણને અટકાવવા સૌ નાગરિકો ઘરમાં જ રહીને તહેવારો માનવે તેવો અનુરોધ છે.

  • દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
  • PTN News App – Download Now
  • Website :- Gujarati – Hindi – English
  • Facebook :- Like
  • Twitter :- Follow
  • YouTube :- Subscribe
  • Sharechat :- Follow

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024