Rahat Indori
પ્રખ્યાત શાયર રાહત ઇન્દોરી (Rahat Indori) નું હાર્ટએટેકથી આજે નિધન થયું છે. તેમજ તેઓ કોરોના સંક્રમિત પણ હતા. તેમણે આ વિશે ટ્વીટ કરીને માહિતી આપી હતી. રાહત ઇન્દોરી (Rahat Indori) ને કોરોનાની સારવાર માટે 10 ઑગષ્ટની રાત્રે અરવિંદો હૉસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા હતા. ખુદ રાહત ઇન્દોરીએ પણ આ વિશે જાણકારી આપી હતી.
कोविड के शरुआती लक्षण दिखाई देने पर कल मेरा कोरोना टेस्ट किया गया, जिसकी रिपोर्ट पॉज़िटिव आयी है.ऑरबिंदो हॉस्पिटल में एडमिट हूँ
दुआ कीजिये जल्द से जल्द इस बीमारी को हरा दूँएक और इल्तेजा है, मुझे या घर के लोगों को फ़ोन ना करें, मेरी ख़ैरियत ट्विटर और फेसबुक पर आपको मिलती रहेगी.
— Dr. Rahat Indori (@rahatindori) August 11, 2020
રાહત ઇન્દોરીએ ટ્વીટ કરીને લખ્યું હતુ કે, ‘કોવિડના શરૂઆતના લક્ષણ જોવા મળ્યા બાદ કાલે મારો ટેસ્ટ કરવામાં આવ્યો, જેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો. અરબિંદો હૉલ્પિટલમાં દાખલ થયેલો છું. દુઆ કરો કે જલદીથી આ બીમારીને હરાવી શકુ. એક બીજી વિનંતી છે, મને અથવા ઘરના લોકોને ફોન ના કરો. મારા સમાચાર ટ્વીટર અને ફેસબૂક પર તમને મળતા રહેશે.’
રાહત ઇન્દોરી (Rahat Indori) ઘણા જ જાણીતા શાયર છે. સાથે જ બોલીવુડ માટે તેમણે અનેક ગીતો પણ લખ્યા છે. રાહત ઇન્દોરી 70 વર્ષની ઉંમરે મૃત્યુ પામ્યા છે. તેમની ડૉક્ટરોની સલાહ પર હૉસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા હતા.
- દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
- PTN News App – Download Now
- Website :- Gujarati – Hindi – English
- Facebook :- Like
- Twitter :- Follow
- YouTube :- Subscribe
- Sharechat :- Follow