H1B visa
અમેરિકા વહીવટીતંત્રએ એચ-1બી વિઝા (H1B visa) ધારકો માટે નિયમોમાં ઢીલ આપી છે. ટ્રમ્પ વહીવટીતંત્રએ કહ્યુ છે કે તેઓ એચ-1બી વિઝા (H1B visa) ધારકો માટે બનાવવામાં આવેલા નિયમોમાં અમુક છુટછાટ આપી રહ્યા છે. જેથી તેઓ અમેરિકામાં આવી શકે. વહીવટીતંત્ર તરફથી કહેવામાં આવ્યુ છે કે આ વિઝા ધારકોએ તે જ નોકરી કરવા માટે પાછુ ફરવુ પડશે, જે વિઝા પ્રતિબંધો પહેલા કરી રહ્યા હતા.
વિભાગીય સલાહકારે કહ્યુ કે એક જ એમ્પ્લોયર અને પોતાની જૂની જ નોકરીને ફરીથી શરૂ કરનારોને આવવાની પરવાનગી આપવામાં આવે છે. અમેરિકી વિદેશ મંત્રાલયના સલાહકારે કહ્યુ કે પ્રાથમિક વિઝા ધારકોની સાથે આશ્રિતોને પણ મુસાફરી કરવાની અનુમતિ આપવામાં આવશે.
આ પણ જુઓ : independence day : ન્યૂયોર્ક શહેરમાં પહેલીવાર ટાઇમ સ્ક્વેર પર ત્રિરંગો લહેરાશે
તે ઉપરાંત તકનીકી વિશેષજ્ઞો, વરિષ્ઠ-સ્તરના સંચાલકો અને અન્ય કામદારો જે એચ-1બી વિઝા ધારક છે અને જેમની મુસાફરી સંયુક્ત રાજ્ય અમેરિકાની તત્કાલ અને નિરંતર આર્થિક પરિસ્થિતિને સુવિધાજનક બનાવવા માટે જરૂરી છે તેમને પણ મુસાફરીની અનુમતિ આપી છે. કોરોના વાઈરસ મહામારીનો અમેરિકા પર ખાસો પ્રભાવ પડ્યો હોવાથી આ નિર્ણય લેવામાં આવ્યો છે.
આ પણ જુઓ : PMO એ covid-19 મામલે 10 રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે કરી વર્ચ્યુઅલ બેઠક
જે વિઝા ધારકો covid-19 મહામારીના પ્રભાવ ઓછો કરવા માટે આરોગ્ય વિસ્તારમાં તબીબી સંશોધનનું સંચાલન કરવા માટે જાહેર આરોગ્ય અથવા આરોગ્ય સંભાળ વ્યાવસાયિકો કે સંશોધક તરીકે કામ કરી રહ્યા છે અમેરિકા વહીવટીતંત્ર દ્વારા તેમને છૂટ આપવામાં આવી છે.
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે 22 જૂને રોજગાર આધારિત કેટલીક અમેરિકી વિઝા પ્રોગ્રામ પર અસ્થાયી રીતે રોક લગાવી દીધી હતી. તેમના આ નિર્ણય બાદ અમેરિકામાં નોકરી કરવાની ઈચ્છા રાખનારા લાખો લોકોની આશાઓને જોરદાર ઝટકો લાગ્યો હતો.
- દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
- PTN News App – Download Now
- Website :- Gujarati – Hindi – English
- Facebook :- Like
- Twitter :- Follow
- YouTube :- Subscribe
- Sharechat :- Follow