Constable

ભરૂચ જિલ્લાના હાંસોટ પોલીસ મથકમાં ફરજ બજાવતી 25 વર્ષની મહિલા પોલીસ કોન્સ્ટેબલ (Constable) એ પોતાના રૂમમાં દુપટ્ટા વડે પંખા સાથે ગળે ફાંસો લગાવી આત્મહત્યા કરી છે. કોન્સ્ટેબલ  દીપિકા પરમારે આપઘાત કરી લીધો છે. જેને પગલે ભરૂચ જિલ્લાના પોલીસ બેડામાં ચકચાર મચી ગઇ છે.

છેલ્લા ચાર વર્ષથી હાંસોટ પોલીસ મથકમાં ફરજ બજાવતી 25 વર્ષીય દીપિકા ભરત પરમારનું મૂળ વતન ભાવનગર છે. પોલીસ કોન્સ્ટેબલ (Constable) તરીકે નોકરી મળતાં દીપિકા પોતાનું વતન ભાવનગર છોડી હાંસોટ લાઈનમાં બ્લૉક નંબર B માં રૂમ નંબર-6 માં રહેતી હતી. દીપિકાએ વારે મંગળવારે રાત્રે 11 વાગ્યા પહેલાં પોતાના રૂમમાં ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો હતો.

Constable

હાંસોટ પોલીસે મૃતકના વાલી વારસોને જાણ કરતાં તેમની હાજરીમાં મૃતદેહનું પોસમોર્ટમ કર્યુ હતું. હાંસોટ પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા મૃતકના આત્માને શાંતિ મળે તે માટે ફૂલહાર ચઢાવી બે મિનિટનું મૌન પાળી શ્રદ્ધાંજલી આપી. ત્યારબાદ મૃતકના પરીવારને મૃતદેહ સોપ્યો હતો. જોકે આ આપઘાતનું કારણ હજુ અકબંધ છે. વધુ તપાસ હાંસોટ ઈન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર જેપી ચૌહાણ ચલાવી રહ્યા છે.

  • દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
  • PTN News App – Download Now
  • Website :- Gujarati – Hindi – English
  • Facebook :- Like
  • Twitter :- Follow
  • YouTube :- Subscribe
  • Sharechat :- Follow

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024