GUJCET 2020
ગુજકેટ (GUJCET 2020) પરીક્ષાની નવી હોલ ટિકીટ ઓનલાઈન મૂકવામાં આવી છે. વિદ્યાર્થીઓએ નવી હોલ ટિકિટ ડાઉનલોડ કરવા બોર્ડની સૂચનાનું પાલન કરવું પડશે. હવે નવી હોલ ટિકીટ આવતા જૂની હોલ ટિકિટ પરીક્ષા માટે માન્ય નહીં ગણાય. 24 ઓગસ્ટે ગુજકેટની પરીક્ષા લેવાશે. આજે સાંજના 6 વાગ્યાથી ડાઉનલોડ કરી શકશે.
માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ દ્વારા ગુજકેટ (GUJCET 2020) પરીક્ષાની નવી હોલ ટિકીટ વેબસાઈટ પર મુકાઈ છે. ગુજકેટના ઉમેદવારોએ હોલ ટિકિટ લેવા માટે વેબસાઈટ gujcet.gsebht.in , gsebht.in અથવા gseb.org પરથી ડાઉનલોડ કરી શકશે.
વિધાર્થીઓને નવી હોલ ટીકીટ ડાઉનલોડ કરવા બોર્ડની સૂચના પણ આપી દેવામાં આવી છે. વિદ્યાર્થીઓએ ઇ-મેઇલ આઈ-ડી, એપ્લિકેશન નંબર અથવા જન્મ તારીખના આધારે નવી હોલ ટીકીટ ડાઉનલોડ થઈ શકશે. ઉમેદવારો પોતાના નામ પરથી પણ હોલ ટિકિટ સર્ચ કરી અને જન્મ તારીખની વિગતો ભરીને ડાઉનલોડ કરી શકશે.
હોલ ટિકિટ માત્ર ઓનલાઈન જ મળશે અને તેના પર સ્કૂલના પ્રિન્સિપાલના સિક્કાની જરૂર નથી. વિદ્યાર્થીઓ પરીક્ષા દરમિયાન GUJCET 2020 ની હોલ ટિકિટ સાથે કોઈપણ એક ફોટો આઈડી પ્રૂફ જેમા આધાર કાર્ડ અથવા ડ્રાઈવિંગ લાયસન્સ અથવા ધો.12ની મુખ્ય પરીક્ષાની હોલ ટિકિટ સાથે લઈ જવાના રહેશે.
પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.