Tiktok
ભારત સરકારે પ્રતિબંધ મૂકી દેતાં ટિકટોક (Tiktok) હવે ભારતીયોના મોબાઈલમાં નથી જોવા મળતી. પરંતુ ટિકટોકને ભારતમાં ફરી એન્ટ્રી કરાવવાન એંધાણા દેખાઈ રહ્યા છે. ભારતમાં ફરીથી આવવા માટે ટિકટોક (Tiktok) આતુર છે.
તેમજ ભારતમાં રહેલા કરોડો ફોલોઅર્સના કારણે થનારી કમાણીનો ફાયદો મળે. આ કારણે ટિકટોક (Tiktok) ની માલિક કંપની બાઈટડાન્સ તેના ભારતીય બિઝનેસને વેચવાની તૈયારી રહી છે. ભારતમાં પણ ટિકટોક પોતાનો કારોબાર મુકેશ અંબાણીની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ કે જિઓને વેચી શકે છે તેવી ચર્ચાઓ છે.
એક રિપોર્ટમાં મુજબ, ટિકટોકના સીઈઓ કેવિન મેયર રિલાન્યસના ટોપનાં અધિકારઓને મળ્યા હતા. તે જાણવા માગતા હતા કે શું રિલાયન્સ ભારતમાં ટિકટોક (Tiktok) નો બિઝનેસ ખરીદવા માટે રસ ધરાવે છે કે નહીં. તથા આ બેઠક બાદ રિલાયન્સ અને જિયો દ્વારા વિચાર કરવામાં આવી રહ્યો છે કે, શું ટિકટોકને ખરીદવું યોગ્ય રહેશે કે નહિ?
માર્કેટમાં રિલાયન્સ ટિકટોકને ખરીદશે તે ચર્ચાએ જોર પકડ્યું છે. પરંતુ રિલાયન્સ દ્વારા તેને અફવા ઘોષિત કરવામાં આવી છે. તથા આ મામલે કોઈપણ પ્રતિક્રિયા આપવાની ના પાડી દીધી હતી. રિલાયન્સના પ્રવક્તાએ કહ્યું કે, કંપની હંમેશા સેબીના (Securities and Exchange Board of India) નિયમો હેઠળ કામ કરતી હોય છે.
- Bridge : અમદાવાદમાં નવનિર્મીત આ 5 બ્રિજના કરાયા નામકરણ
- Liquor : ઘઉંની બોરીની આડમાં લેવાયેલો વિદેશી દારૂ ઝડપાયો
બાઈટડાન્સ શોર્ટ વીડિયો એપ ટિકટોકને ભારતીય કારોબારી મુકેશ અંબાણીની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ (RIL) ને વેચે તેવી શકયતા છે. આ મુદ્દે બંને કંપનીઓ વચ્ચે જુલાઈના અંતમાં વાતચીત શરૂ થઈ હતી. બંને કંપનીઓએ હાલ કોઈ ડીલ કરી નથી પણ બંને વચ્ચે સોદો થઈ શકે તેવી શક્યતા છે. આ અંગે રિલાયન્સ, બાઈટડાન્સ અને ટિકટોકએ સત્તાવાર રીતે કોઈ માહિતી આપી નથી.
ટિક ટોક માટે ભારત યુઝર્સની રીતે વિશ્વમાં બીજા નંબરનું સૌથી મોટું બજાર છે. 2019માં બાઈટડાન્સે ભારતમાં 43.7 કરોડ રૂપિયાનો કારોબાર કર્યો હતો અને કંપનીને 3.4 કરોડ રૂપિયાનો પ્રોફિટ થયો છે. અમેરિકામાંથી કંપનીને 650 કરોડની રેવન્યુ મળી હતી. ચીનમાંથી કંપનીને 2500 કરોડ રૂપિયાની આવક થઈ હતી.
પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.