Dwarka
સામાન્ય રીતે જન્માષ્ટમી બાદ નોમના દિવસે જગતમંદિર દ્વારકા (Dwarka) ‘જય દ્વારિકાધીશ’ના નાદ સાથે સવારથી જ ગુંજી ઉઠ્તુ હોય છે. પરંતુ આ વખતે ભક્તોએ ઓનલાઇનથી જ દર્શન કર્યા છે.
વૈશ્વિક મહામારી કોરોનાને કારણે ઇતિહાસમાં પ્રથમ વખત જગતમંદિરના દ્વારકા (Dwarka) ભક્તો માટે બંધ કરવામાં આવ્યા હતા. જો કે, ભક્તો દ્વારકાધીશના દર્શન ઓનલાઇન કરી શકે તે માટે વ્યવસ્થા કરવામાં આવી હતી. આ સાથે રાજ્યનાં અનેક મોટા મંદિરોએ આ નિર્ણય લોકહિતમાં લીધો હતો. તો હવે 14 ઓગસ્ટથી જગત મંદિર દ્વારકા (Dwarka) મંદિર અનલોકની ગાઇડલાઇન પ્રમાણે ભક્તો માટે રાબેતા મુજબ ખોલવામાં આવશે.
- આ પણ વાંચો : IPL માં તક ન મળતા આ યુવા ક્રિકેટરે કર્યો આપઘાત
- Narendra Modi એ અટલ બિહારી વાજપેયીનો આ રેકોર્ડ તોડયો
13 ઓગસ્ટે ગુરુવારે એટલે કે પારણાં (નંદોત્સવ)ના દિવસે મંદિરમાં સવારે 7 વાગ્યે પારણાંના દર્શન થયા હતા. સવારે 10.30 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી દર્શન બંધ રાખ્યા હતા. સાંજે આરતીના સમયે 5 વાગ્યે મંદિર ખોલવામાં આવ્યા. સંધ્યા આરતી સાંજે 7.30 વાગ્યે થશે. શયન આરતી રાત્રે 8.30 વાગ્યે થશે. તથા દર્શન રાતે 9.30 વાગ્યાથી બંધ કરવામાં આવશે.
- આ પણ વાંચો : GUJCET 2020 પરીક્ષાની નવી હોલ ટિકિટ અહીંથી ડાઉનલોડ કરો
- આ પણ વાંચો : Tiktok ને લઈને સારા સમાચાર, RIL ટિકટોકમાં રોકાણ કરે તેવી શકયતા
પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.