સુરત (Surat) માં પૂરનાં પાણીને કારણે ચોથા દિવસે પણ જળબંબાકારની સ્થિતિ સર્જાતાં લોકોને હવે ખાવા-પીવાના પણ ફાંફા પડી રહ્યા છે. ચાર દિવસથી સતત પાણીમાં ફસાયેલાં હોવાને કારણે લોકો હવે અકળાઈ ગયા છે. તેમજ લોકોનાં ઘરો પણ પાણીમાં ગરકાવ થયેલાં હોવાથી ફર્નિચર સહિતની ઘરવખરીને પણ નુકસાન પહોંચી રહ્યું છે. અગાઉ કમરૂનગર સહિતના પરવત ગામમાં ખાડીના પાણીમાં ફસાયેલા અંદાજે 200થી વધુ લોકોનું તંત્ર દ્વારા રેસ્ક્યું કરવામાં આવ્યું હતું.
સામાજિક સંસ્થાઓની સાથે પોલીસના જવાનો પરવત પાટીયા અને મીઠી ખાડી પાસે પૂરની સ્થિતિમાં ફસાયેલા લોકોની મદદે આવ્યાં છે. લોકોને ખાવા પીવાની સમસ્યા ન સર્જાય તે માટે બોટમાં ફૂડ પેકેટ તૈયાર કરીને લોકોને તેમના ઘર સુધી પહોંચાડવામાં આવી રહ્યાં છે. તો ખાડી પૂરમાં અસરગ્રસ્ત વિસ્તારમાં લોકોના આરોગ્યને ખરાબ અસર ન પડે તે માટે પાલિકા તંત્ર દ્વારા દવાઓનું વિતરણ પણ કરવામાં આવી રહ્યું છે. પાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા મચ્છરજન્ય અને અન્ય રોગ ન ફેલાય તે માટે દવાઓનું વિતરણ કરવામાં આવ્યું છે.
સુરતની (Surat) મીઠી ખાડી બારડોલીથી નીકળે છે. ખેતર અને ગ્રામ્ય વિસ્તારનું પાણી આ ખાડીમાં આવતું હોવાથી ત્યાં વધારે વરસાદ પડે ત્યારે મીઠી ખાડીમાં પૂરની સમસ્યા આવે છે. તેથી લિંબાયતના નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરક થઈ જાય છે. 35 કિલોમીટર વિસ્તારનું પાણી આ ખાડીમાં આવતું હોવાથી વધારે વરસાદમાં તેનું પાણી કાંઠા ઓળંગીને રહેણાંક વિસ્તારોમાં ઘુસી જાય છે. આ કારણે લોકોને ભારે હાલાકીનો સામો કરવો પડે છે.
- આ પણ વાંચો : MS Dhoni Retirement : ધોનીએ નિવૃત્તિની કરી જાહેરાત
- Car Accident માં માંડવીનાં મામલતદાર અને તેમના પતિનું મોત
પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.