AMTS

અમદાવાદ શહેરનાં નિર્ણયનગર બ્રિજ પરથી એક AMTS બસ પસાર થઇ રહી હતી. તે બસમાં સવાર 40 વર્ષનો મુસાફર ચાલુ બસમાંથી બ્રિજની નીચે પટકાયો હતો. રસ્તા પર પટકાતા તરત જ પ્રવાસીનું મોત નીપજ્યું હતું. આ દુર્ઘટના સર્જાતા તરત જ આસપાસનાં સ્થાનિકો મદદ માટે ભેગા થયા હતા. ઘાટલોડિયા પોલીસે ઘટના સ્થળ પર પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે.

અત્યારે આ વ્યક્તિ કઇ રીતે ચાલુ બસમાંથી નીચે પટકાયો આ અંગે ઘાટલોડિયા પોલીસ તપાસ કરી રહી છે. તેમજ મૃતક વ્યક્તિ કોણ છે તેની તપાસ કરીને પોલીસ તેમના પરિવારજનોનો સંપર્ક સાધવાનો પ્રયાસ કરી રહ્યાં છે.  મૃતક વ્યક્તિના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હૉસ્પિટલ મોકલવામાં આવશે.

પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024