Amul Moti

ગુજરાતની અગ્રણી સહકારી દૂધ ડેરી બનાસ ડેરીએ નવું અમૂલ (Amul Moti) મોતી દૂધ લોન્ચ કર્યું છે. તો બનાસ ડેરી દ્વારા દાવો કરાયો છે કે, ફ્રિજમાં રાખ્યા વિના પણ 90 દિવસ પાઉચમાં રહેશે તો આ દૂધ નહીં બગડે. ત્રણ મહિના પછી પાઉચમાંથી બહાર કાઢીને તેનો ઉપયોગ કરી શકાશે.

આ દૂધના 500 મિલિના પાઉચની કિંમત 20 રૂપિયા અને 200 મિલિના પાઉચની કિંમત 9 રૂપિયા છે. અત્યારે આ દૂધ જમ્મુ અને કાશ્મીર, દિલ્હી અને છત્તીસગઢમાં લોંચ કરાયું છે. આ અમૂલ મોતી (Amul Moti) દૂધના પાઉચથી ગ્રાહકોને દૂધ બગડવાની સમસ્યાથી છૂટકારો મળશે. જેમના ઘરમાં ફ્રીઝ નથી એવાં લોકો માટે આ દૂધ આશિર્વાદરૂપ સાબિત થશે.

પ્રવાસે જનારા પણ પોતાની સાથે આ દૂધ રાખી શકશે. તથા જરૂર પડશે ત્યારે તેનો ઉપયોગ કરી શકશે.એ જ રીતે પર્વતીય અને દુર્ગમ વિસ્તારમાં અમૂલનું મોતી દૂધ સૈન્ય અને લોકોના ઉપયોગમાં આવી શકશે.

પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024