Pentagon
ચીન પોતાના પરમાણુ હથિયારોને બમણા કરવાની તૈયારીમાં લાગી ગયું છે. પેન્ટાગો (Pentagon)ને પોતાના રિપોર્ટમાં ખુલાસો કર્યો છે કે ચીન આ દાયકાના અંત સુધીમાં પોતાના પરમાણુ વોરહેડ (Nuclear Warheads) ને બમણા કરવાના પ્રયત્નોમાં લાગી ગયું છે. આ વોરહેડ જમીનની સાથે સમુદ્ર અને હવામાં બેલિસ્ટિક મિસાઈલો લોન્ચ કરવામાં સક્ષમ છે.
રિપોર્ટમાં કહેવાયું છે કે ચીન પાસે 200થી ઓછા પરમાણુ વોરહેડ છે. જેની સંખ્યા આગામી 10 વર્ષોમાં બમણી થઈ શકે છે. રાષ્ટ્રપતિ શી જિનપિંગના કાર્યકાળમાં ચીન ઝડપથી પોતાની પરમાણુ ક્ષમતા વધારી રહ્યું છે.
આ પણ જુઓ : Airtel ની ધમાકેદાર ઓફર, ફ્રીમાં મળશે 6GB સુધી હાઈસ્પીડ ડેટા
ચીન જમીન, હવા અને પાણીથી પરમાણુ હુમલા કરીને પોતાના સાધનોની સંખ્યામાં વધારો કરી રહ્યું છે. તેની પાસે બેલિસ્ટિક મિસાઈલો છે. જેને જમીન અને સમુદ્રથી છોડી શકાય છે અને હવાથી લોન્ચ કરનારી બેલિસ્ટિક મિસાઈલ પણ તે બનાવી રહ્યું છે.
આ પણ જુઓ : JNUની વિદ્યાર્થિની દેવાંગના કલિતાને જામીન મળ્યા, જાણો સમગ્ર મામલો
ઉપરાંત રિપોર્ટમાં એવો પણ દાવો કરાયો છે કે પીપલ્સ લિબરેશન આર્મી સંયુક્ત સૈન્ય અભિયાનો ઉપર પણ ધ્યાન આપી રહી છે જેથી તાઈવાન તરફથી અમેરિકી સેનાની કોઈ પણ કાર્યવાહીનો જવાબ આપી શકાય.
પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.