JNU student Dewang Kalita

JNU student Dewang Kalita

JNUની વિદ્યાર્થિની દેવાંગના કલિતા (JNU student Dewang Kalita)ને નાગરિકતા અંગેના નવા કાયદા અને નાગરિકોના રજિસ્ટરના મુદ્દે ભડકામણાં ભાષણો કર્યા હતા. દિલ્હીમાં ફેબ્રુઆરીમાં હિંસક તોફાનો થયા હતા. ત્યારબાદ હવે ભડકામણાં ભાષણો કરનારી JNUની વિદ્યાર્થિની દેવાંગના કલિતાને જામીન મળ્યા હતા. પરંતુ જામીન મંજૂર થવા છતાં એ જેલમાંથી મુક્ત નહીં થાય કારણ કે એની ધરપકડ યુએપીએ(અનલૉફૂલ એક્ટિવિટિઝ પ્રિવેન્શન) એક્ટ હેઠળ થઇ હતી. માહિતી મુજબ દેવાંગનાએ જાફરાબાદ મેટ્રો રેલવે સ્ટેશન નજીક નાગરિકતા અંગેના નવા કાયદા વિરોધી ભડકામણું ભાષણ કર્યું હતું.

દિલ્હી હાઇકોર્ટે કહ્યું હતું કે દેવાંગનાના ભાષણમાં પોલીસ કહે છે એેવું ભડકામણું કશું નથી માટે એને જામીન પર મુક્ત કરી શકાય. હાઇકોર્ટે વધુમાં કહ્યું કે બંધારણની 19મી કલમ હેઠળ મળતા મૂળભૂત અધિકારોનો ભોગવટો કરતાં દેવાંગનાએ  શાંતિપૂર્ણ દેખાવોમાં ભાગ લીધો હતો. હાઇકોર્ટે એને રૂપિયા 25 હજારના હાથમુચરકા પર છોડવાનો અને એટલીજ રકમ જામીન માટે ચૂકવવાનો આદેશ આપ્યો હતો. પરંતુ એની ધરપકડ યુએપીએ હેઠળ થઇ હોવાથી એ મુક્ત નહીં થઇ શકે.

આ પણ જુઓ : IPL 2020 : RCBનો આ સ્ટાર બોલર થયો આઇપીએલની બહાર

હાઇકોર્ટે દેવાંગનાના દેશ છોડીને જવાની સ્પષ્ટ ના પાડી હતી અને સાક્ષીઓને પ્રત્યક્ષ રીતે કે પરોક્ષ રીતે પ્રભાવિત કરવા સામે પણ ચેતવણી આપી હતી. ગયા સપ્તાહે એક નીચલી અદાલતે દેવાંગનાની જામીન અરજી ફગાવી દીધી હતી. 

આ પણ જુઓ : Airtel ની ધમાકેદાર ઓફર, ફ્રીમાં મળશે 6GB સુધી હાઈસ્પીડ ડેટા

હાઇકોર્ટે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે ચોક્કસ સમાજની મહિલાઓ ઉશ્કેરાય એવું ભડકામણું કશું દેવાંગનાના ભાષણમાં જોવા મળ્યું નહોતું. આ ભાષણથી હિંસક તોફાનો થયાં હોય એવો કોઇ પુરાવો પોલીસ રજૂ કરી શકી નથી.

પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024