કોંગ્રેસ પાર્ટીના પૂર્વ અધ્યક્ષ અને સાંસદ રાહુલ ગાંધી (Rahul Gandhi) એ ફરી એકવાર કેન્દ્રની મોદી સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. જેમાં તેમને અમુક કારણો આપી દેશની હાલત માટે પીએમ મોદીને જવાબદાર ઠેરવ્યાં છે. બેરોજગારી, નોકરી, કોરોના, GDPમાં ઘટાડો, GST જેવા મુદ્દાઓ માટે કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું છે.
રાહુલ ગાંધીએ ટ્વિટ કરીને કહ્યું કે ભારત મોદી દ્વારા બનાવાયેલી આપત્તિઓ હેઠળ ઝઝૂમી રહ્યો છે. તેમને લખ્યું છે,
1. દેશની અર્થવ્યવસ્થામાં ઐતિહાસિક ઘટાડો -23.0 ટકા
2. 45 વર્ષમાં સૌથી વધુ બેરોજગારી
3. 12 કરોડ લોકોની નોકરી જતી રહી છે.
4. રાજ્યોને કેન્દ્ર સરકાર GST બાકી લેણા ચૂકવી શકતી નથી
5. દુનિયામાં સૌથી વધુ કોરોના સંક્રમણના કેસ અને મૃત્યું ભારતમાં છે.
6. આપણી સરહદો પર બાહ્ય આક્રમણ
આ પણ જુઓ : કંગના રનોતનો કરણ જોહર પર આરોપ, ટ્વીટથી PM મોદીને કરી ફરિયાદ
India is reeling under Modi-made disasters:
— Rahul Gandhi (@RahulGandhi) September 2, 2020
1. Historic GDP reduction -23.9%
2. Highest Unemployment in 45 yrs
3. 12 Crs job loss
4. Centre not paying States their GST dues
5. Globally highest COVID-19 daily cases and deaths
6. External aggression at our borders
દુનિયાભરમાં ભારત બીજો એવો દેશ છે જ્યાં જીડીપીમાં સૌથી વધુ ઘટાડો જોવા મળ્યો છે.
પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.