Global Innovation Index
ગ્લોબલ ઈનોવેશન ઈન્ડેક્ષ-2020 (Global Innovation Index)માં ભારત પ્રથમ વાર ટોપ 50માં સામેલ છે. ગ્લોબલ ઈનોવેશન ઈન્ડેક્ષ-2020માં ભારત 48 મો નંબર પર આવ્યું છે. 2019 માં ભારતનો નંબર 52 મો હતો. જયારે 2020માં ભારત ચાર સ્થાન આગળ આવી ગયું છે. અને 48 મોં નંબર પ્રાપ્ત કર્યો છે.
આ પણ જુઓ : બે વર્ષ સુધી બાપ પોતાની દીકરી સાથે જ દુષ્કર્મ કરતો રહ્યો
છેલ્લાં પાંચ વર્ષમાં ઉત્તરોત્તર ભારતનો ઈનોવેશન ઈન્ડેક્ષમાં ક્રમ સુધર્યો હતો. ભારત 2016 માં 66 મા, 2017 માં 60 મા, 2018 માં 57 મા અને 2019 માં 52 મા સ્થાને રહ્યા બાદ ભારતે છલાંગ લગાવી હતી. ગ્લોબલ ઈનોવેશન ઈન્ડેક્ષ-2020માં ચીનને 14 મો ક્રમ મળ્યો હતો.
આ પણ જુઓ : PUBG સહિત ચીનની આ 118 એપ પર સરકારે લગાવ્યો પ્રતિબંધ
ઈન્ડેક્ષમાં સ્વિટ્ઝર્લેન્ડ પ્રથમ ક્રમે યથાવત રહ્યું હતું. સ્વિડન અને અમેરિકાએ અનુક્રમે બીજો અને ત્રીજો ક્રમ જાળવી રાખ્યો હતો. બ્રિટને ચોથો નંબર મેળવ્યો હતો. નેધરલેન્ડ ચોથા ક્રમેથી પાંચમા સ્થાને ખસેડાયું હતું. મધ્ય અને દક્ષિણ એશિયામાં 48 મા ક્રમ સાથે ભારત પ્રથમ સ્થાને રહ્યું હતું. દુનિયાના 131 દેશોના વિવિધ ઈનોવેશન માપદંડો ધ્યાનમાં લઈને રેન્કિંગ જાહેર કરવામાં આવે છે.
પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.