Sushant Singh Rajput

સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput)ના પરિવારે સુશાંતના જીવન અંગે એક મોટો નિર્ણય લીધો છે. સુશાંતનો પરિવાર નથી ઇચ્છતો કે તેના પ્રિયજન પર કોઇ ફિલ્મ કે સીરિયલ તેમની મંજૂરી વગર બનાવામાં આવે. ઘણા ફિલ્મસર્જકોએ સુશાંંતના લાઇફને રૂપેરી પડદે દર્શાવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. સુશાંતના જીવન પર આધારિત ફિલ્મના ટાઇટલ ના રજિસ્ટ્રેશન માટેની ઘણી એપ્લિકેશનો ફિલ્મ પ્રોડયુસર્સ એસોસિયેશન પાસે આવી છે.

આ પણ જુઓ : LAC પર પરિસ્થિતિને લઇ સેના પ્રમુખ નરવણેનું નિવેદન

સુશાંત સિંહના પિતા કેકે સિંહના વકીલ વિકાસ સિંહે જણાવ્યું છે કે, સુશાંત  સિંહ રાજપૂતની લાઇફ પર કોઇ પણ ફિલ્મ અથવા સીરિયલ બનાવી શકાશે નહીં. તે બનાવા માટે નિર્માતાએ તેના પિતાની સહમતિ લેવી પડશે. જો સુશાંતના પિતાની સહમતી વગર સીરિયલ કે ફિલ્મ બનશે તો તેના પર કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. 

આ પણ જુઓ : Dahod : એક જ પરિવારના પાંચ સભ્યોએ કરી આત્મહત્યા

વિકાસ સિંહે વધુમાં કહ્યું હતું કે, જો કોઇ પણ આ કાર્ય સુશાંતના પિતાની સહમતિ વિના કરશે તો તેમના વિરુદ્ધ કાયદેસરના પગલા લેવામાં આવશે. પરંતુ આ પહેલા તો પ્રોડયૂસર્સ એસોસિએશનને સુશાંત, સુશાંત સિંહ રાજપૂત બાયોગ્રાફી જેવા ટાઇટલની એપ્લિકેશનો પણ મળી ગઇ છે. તેમજ બે ફિલ્મો બનાવાની ઘોષણા પણ થઇ ગઇ છે. 

પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024