Global Times

Teacher’s Day

આજે 5 સપ્ટેમ્બરે શિક્ષક દિવસ (Teacher’s Day) ના દિવસે પીએમ મોદીએ ભારતના બીજા રાષ્ટ્રપતિ ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણનને શ્રદ્ધાંજલિ આપી છે. નરેન્દ્ર મોદીએ દેશના નિર્માણમાં યોગદાન આપનારા શિક્ષકોનો પણ આભાર વ્યક્ત કર્યો છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને લખ્યુ, ‘મનને આકાર આપનાર અને આપણા રાષ્ટ્રના નિર્માણમાં યોગદાન આપવા માટે અમે મહેનતી શિક્ષકોના આભારી છીએ. શિક્ષક દિવસ પર અમે આપણા શિક્ષકોના ઉલ્લેખનીય પ્રયારો માટે આભાર વ્યક્ત કરીએ છીએ. ડો. એસ. રાધાકૃષ્ણનને તેમની જયંતિ પર શ્રદ્ધાંજલિ અર્પિત કરીએ છીએ.’

આ પણ જુઓ : પાંચ ભારતીયોનું અપહરણ કરી લઇ ગઇ ચીની સેના…

પીએમ મોદીએ બીજા ટ્વીટમાં લખ્યુ, ‘આપણા રાષ્ટ્રના ગૌરવશાળી ઈતિહાસ સાથે આપણું જોડાણ ગાઢ કરવા માટે આપણા જાણકાર શિક્ષકોથી વધારો સારૂ કોણ છે. હાલમાં મનની વાત કાર્યક્રમ દરમિયાન મેં શિક્ષકોની સાથે આપણા મહાન સ્વતંત્રતા સંઘર્ષના ઓછા જાણીતા પાસાઓ વિશે વિદ્યાર્થીઓને અભાવવાનો વિચાર શેર કર્યો હતો.’

આ પણ જુઓ : નીતિશ કુમારની દલિત-જનજાતિને લઇ મોટી જાહેરાત

એકવાર ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણનના મિત્રો 5 સપ્ટેમ્બરે તેમનો જન્મદિવસ ધૂમધામથી મનાવવા ઈચ્છતા હતા. જ્યારે ડો. રાધાકૃષ્ણનને આ જાણકારી મળી તો તેમણે આમ કરતા રોક્યા અને કહ્યું કે, મારો જન્મદિવસ ન ઉજવો પરંતુ શિક્ષકોનું સન્માન કરો. ત્યારથી 5 સપ્ટેમ્બરને શિક્ષક દિવસના રૂપમાં ઉજવવાની શરૂઆત થઈ હતી. 

પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024