NCB
શનિવારે કોર્ટે શોવિક ચક્રવર્તી અને સેમ્યુઅલ મિરાંડાને 9 સપ્ટેમ્બર સુધી નારકોટિક્સ કંટ્રોલ બ્યૂરોની કસ્ટડીમાં મોકલ્યા છે. મુખ્ય આરોપી રિયા ચક્રવર્તીનો ભાઇ છે જ્યારે મિરાંડા અભિનેતા સુશાંતનો હાઉસ મેનેજર હતો. 10 કલાક ચાલેલી પૂછપરછ બાદ ડ્રગ નિવારણ સંબંધિત એનડીપીએસ કાયદાની વિવિધ કલમો હેઠળ શુક્રવાર રાતે ધરપકડ કરી હતી.
NCB એ તેમની પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે રિયા ચક્રવર્તીના જલદી સમન્સ મોકલવામાં આવશે. એનસીબીના ડેપ્યુટી ડીજી, સાઉથ-વેસ્ટર્ન રીઝન, મુથા અશોક જૈને કહ્યું કે, ડ્રગ્સ કેસમાં આરોપીઓ પાસેથી મહત્વપૂર્ણ જાણકારી મળી છે. અત્યારે તમામ જાણકારી શેર કરી શકાય નહીં. આરોપીઓને આમને-સામને બેસાડીને પૂછપરછ કરીશું. સુશાંત કેસમાં અમારી પાસે વધુ જાણકારી આવશે.
આ પણ જુઓ : રસ્તો ભુલેલા ચીની નાગરિકોની મદદ કરી ભારતીય સેનાએ માનવતાની મિસાલ રજૂ કરી
ઉપરાંત તેમણે કહ્યું, જે પણ આરોપી હશે, તેને છોડવામાં આવશે નહીં. તપાસમાં અમને કેટલાક મહત્વપૂર્ણ પુરાવા મળ્યા છે. ડ્રગ્સ મામલે પુરાવાના આધાર પર તપાસ કરવામાં આવશે. આ કેસથી ઘણી જાણકારીઓ અમારી પાસે છે. ડ્રગ્સ રેકેટમાં મોટી માછલીની તપાસ છે. એનસીબી ઇન્ટરનેશનલ અને ઇન્ટરસ્ટેટ કનેક્શન પર તપાસ કરશે. કંગનાનો આ કેસમાં કોઇ સંબંધ નથી.
પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.