PMAY
પ્રધાનમંત્રી આવાસ યોજના (PMAY) ના આધારે પહેલી વાર ઘર ખરીદનારા માટે હોમ લોન પર વ્યાજ સબ્સિડી આપવામાં આવે છે. કેન્દ્ર સરકારે પીએમ આવાસ યોજનાના (Pradhan Mantri Awas Yojana) આધારે ક્રેડિટ લિંક્ડ સબ્સિડી સ્કીમને 31 માર્ચ 2021 માટે વધારી છે. તેથી 2.50 લાખથી વધારે મધ્યમ વર્ગીય પરિવારને એનો લાભ મળશે. જો કે, આ કેન્દ્ર સરકાર દ્વારા સ્પોન્સર્ડ સ્કીમ છે જેને 25 જૂન 2015થી શરૂ કરવામાં આવી છે.
પ્રધાનમંત્રી આવાસ યોજના (PMAY) ના આધારે ઘર ખરીદનારા માટે સબ્સિડી મેળવવાનો સારો અવસર મળી રહ્યો છે. ઉત્તરપ્રદેશમાં આવાસ વિકાસ પરિષદે પ્રદેશના 19 શહેરોમાં 3516 મકાનો માટે 1 સપ્ટેમ્બરથી બુકિંગ શરૂ કર્યું છે. તથા આ મકાનો માટેનું બુકિંગ 15 ઓક્ટોબર સુધી ચાલુ રહેશે. તેમજ આ સ્કીમના આધારે તમે 3.50 લાખ રૂપિયામાં ઘર મેળવી શકો છો.
આ બુકિંગના આધારે એવા પરિવારને ઘર આપવામાં આવશે જેમની વાર્ષિક આવક 3 લાખથી ઓછી છે. રાજ્યના ગરીબોને ફક્ત 3.50 લાખ રૂપિયામાં ઘર મળશે. તો આ રકમ 3 વર્ષમાં પરત કરવાની રહેશે.
આ પહેલાં યૂપી હાઉસિંગ ડેવલપમેન્ટ કાઉન્સિલે 5 વર્ષની ઈએમઆઈ પર મકાન આપવાનો પ્રસ્તાવ મૂક્યો હતો પરંતુ તેને ઘટાડીને 3 વર્ષ કરાયો છે. આ યોજનાના આધારે ગરીબ લોકોને મળનારા ઘરના કારપેટ વિસ્તાર 22.77 વર્ગમીટર અને સુપર એરિયા 34.07 વર્ગમીટર હશે.
યૂપીની રાજધાનીમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાના આધારે સૌથી વધુ લોકોને ઘર ફાળવવામાં આવશે. લખનઉમાં 816 મકાનોનું બુકિંગ થશે. તો આ સિવાય ગાઝિયાબાદમાં 624, મેરઠના જાગૃતિ વિહારમાં 480 અને ગોંડામાં 396 મકાનોનું બુકિંગ થશે. આ ઉપરાંત રાજ્યના મૈનપુરી, ફતેહપુર, હરદોઈ, રાયબરેલી અને મેરઠમાં 96-96 ઘર માટે રજિસ્ટ્રેશન થશે. આ સિવાય કાનપુર દેહાત, કન્નોજ, ઉન્નાવ, બહરાઈચ, મઉ, બલરામપુરમાં 48-48 ઘરનું બુકિંગ થશે.
આ રીતે કરો સસ્તામાં ઘર મેળવવા માટેની ઓનલાઈન અરજી.
- સૌ પહેલાં PMAY ની વેબસાઈટ https://pmaymis.gov.in/ પર લોગઈન કરો.
- તથા જો તમે LIG, MIG કે EWS કેટગરીમાં આવો છો તો અન્ય 3 કપોનેંટ પર ક્લિક કરો.
- અહીં પહેલી કોલમમાં આધાર નંબર નાંખો, બીજા કોલમમાં આધારમાં લખેલું નામ લખો.
- ત્યાર પછી ખુલનારા પેજ પર પર્સનલ ડિટેલ્સ ભરો,
- સાથે નીચે આપેલા બોક્સમાં જાણકારીને પ્રમાણિત કરી લો. અને ક્લિક કરો.
- આ બાદ તમારે કેપ્ચા કોડ નાંખવાનો રહેશે.
- હવે ફોર્મ સબમિટ કરી લો.
- એપ્લીકેશન ફોર્મની ફી 100 રૂપિયા નક્કી કરાઈ છે. તો રજિસ્ટ્રેશન માટે તમારે 5000 રૂપિયા બેંકમાં જમા કરાવવાના રહે છે.
પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.