Border Tension

Border Tension

ભારત અને ચીનની વચ્ચે લદાખમાં તણાવ (Border Tension) ઓછો થવા બદલે વધતો જઈ રહ્યો છે. આ સંજોગોમાં સોમવાર મોડી રાત્રે પેન્ગોગ ત્સો લેક પર વાસ્તવિક નિયંત્રણ રેખાની પાસે ભારત અને ચીનના સૈનિકો વચ્ચે ફાયરિંગની ઘટના બની છે. 1975 બાદ સરહદ પર ભારત અને ચીનની સૈનિકોની વચ્ચે આ પ્રકારે પહેલીવાર ફાયરિંગ થયું છે. ચીનની નજર આપણા બ્લેક ટૉપ અને હેલ્મેટ ટૉપ પર છે.

ચીની રક્ષા મંત્રાલય, ચીની પીપલ્સ લિબરેશન આર્મીના વેસ્ટર્ન થિયેટર કમાનના પ્રવક્તા કર્નલ ઝાંગ શુઇલી તરફથી એલએસી પર હાલની સ્થિતિને લઈ નિેવેદન આપવામાં આવ્યું છે. તેમાં કહેવામાં આવ્યું છે કે ભારતીય સૈનિકો તરફથી કથિત ઉશ્કેરીજનક કાર્યવાહી કરવામાં આવી, જેનાથી ચીની સૈનિકો તરફથી જવાબી કાર્યવાહી થઈ.

આ પણ જુઓ : ધોરણ 12 પાસ ઉમેદવારો માટે એરફોર્સમાં ભરતીમેળો

ચીનની સરકારી મીડિયા ગ્લોબલ ટાઇમ્સે ભારતીય સૈનિકો પર પેન્ગોગ ત્સોના દક્ષિણ કિનારા પર ફાયરિંગ કરવાનો આરોપ લગાવ્યો છે. જોકે, ભારતીય સેના સાથે જોડાયેલા સૂત્રોનું કહેવું છે કે પહેલા ચીન તરફથી ભારતીય ક્ષેત્રમાં ફાયરિંગ કરવામાં આવ્યું, ત્યારબાદ ભારત તરફથી જવાબી કાર્યવાહી થઈ. હાલ સ્થિતિ નિયંત્રણમાં હોવાનો દાવો કરવામાં આવ્યો છે. ભારતીય સેનાના સૂત્રોએ પુષ્ટિ કરી કે વોર્નિંગ શૉટ્સ ફાયર કરવામાં આવ્યા હતા.

આ પણ જુઓ : Google એ આ 6 એપ્સને Play Store પરથી હટાવી

સરહદ પર તૈનાત જવાન ત્યારથી હાઈ એલર્ટ પર છે જ્યારથી ચીન તરફથી હાલમાં ચોટીઓ પર કબજો કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો. આપણા જવાનોએ આ બંને ચોટીઓને સંપૂર્ણ પણે નિયંત્રણમાં લઈ લીધી છે. તેનાથી ગુસ્સે ભરાયેલા ચીની સૈનીક આ બંને ચોટીઓ પર નિયંત્રણ મેળવવા માટે આગળ વધી રહ્યા છે.

પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024