NCB
સુશાંત સિંહ રાજપૂતના મોત સંબંધિત ડ્રગ્સ કનેક્શનને લઇ NCB તપાસ કરી રહી છે. આ તપાસ દરમિયાન રિયા ચક્રવર્તીની ધરપકડ કરવામાં આવી છે. ધરપકડ બાદ હવે રિયાનો મેડિકલ ટેસ્ટ કરવામાં આવશે. રિયા ચક્રવર્તીનો મેડીકલ ટેસ્ટ સાંજે 4.30 વાગ્યાની આસપાસ થશે. આજે રિયાની શોવિક અને મિરાંડા સામે બેસી પૂછપરછ કરવામાં આવી છે.
Process underway for Narcotics Control Bureau (NCB) to arrest Rhea Chakraborty in drug case related to #SushantSinghRajput‘s death probe.
— ANI (@ANI) September 8, 2020
ડ્રગ્સ કેસમાં NCB છેલ્લા ત્રણ દિવસમાં લગભગ 30 કલાક પૂછપરછ કરી હતી. પૂછપરછમાં રિયાએ આ વાત સ્વિકારી હતી કે તે સુશાંતને ડ્રગ્સ આપતી હતી સાથે જ તે ડ્રગ્સ લેતી હતી.
આ પણ જુઓ : BMC notice : BMC એ કંગના રનોતને નોટિસ ફટકારી
નારકોટિક્સ બ્યૂરો (NCB) ની ટીમે ડ્રગ્સ મામલે પોતાનું ડોઝિયર તૈયાર કરી લીધું છે. આ ડોઝિયરમાં આશરે 25 બોલીવુડ સેલિબ્રિટીના પણ નામ છે, જેનો ખુલાસો રિયા ચક્રવર્તીની પાસેથી મળેલા ઇલેક્ટ્રોનિક ડિવાઇસથી થયો છે.
આ પણ જુઓ : ભારતીય વિદેશ મંત્રાલયે Global Times ને લઇ આપી ચેતવણી
NCBએ આ ડોઝિયરમાં કાર્ટેલ એ, કાર્ટેલ બી, સીના ભાગમાં આ બોલીવુડ સેલિબ્રિટીના નામ સામે આવ્યા છે. NCBની સામે તેમાંથી કેટલાક નામોનો ખુલાસો શોવિક અને રિયા ચક્રવર્તીએ કર્યો છે.
પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.