Paresh Rawal
બોલિવૂડના જાણીતા અભિનેતા પરેશ રાવલ (Paresh Rawal) ને નેશનલ સ્કૂલ ઓફ ડ્રામાના નવા ચેરમેન બનાવવામાં આવ્યા છે. પહેલા આ જગ્યાએ રાજસ્થાનના જાણીતા કવિ અર્જૂન દેવ ચરણ કામ કરી રહી રહ્યા હતા. તો હવે એનએસડીના નવા ચેરમેન તરીકે પરેશ રાવલની નિમણૂક થઇ છે. 2018માં નેશનલ સ્કૂલ ઓફ ડ્રામાના ચીફ રાજસ્થાની કવિ અર્જૂન દેવ ચરણ હતા.
કેન્દ્રીય મંત્રી પ્રહલાદ સિંહ પટેલે પરેશ રાવલ (Paresh Rawal) ની નિયુક્તિ અંગેની જાણકારી ટ્વિટ કરીને આપી છે. તેમણે ટ્વિટ કરીને જણાવ્યું છે કે, પ્રખ્યાત કલાકાર માનનીય પરેશ રાવલજીને મહામહિમ રાષ્ટ્રપતિ દ્વારા નેશનલ સ્કૂલ ઓફ ડ્રામાના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તેમની પ્રતિભાનો લાભ દેશના કલાકારો અને વિદ્યાર્થીઓને મળશે. હાર્દિક શુભેચ્છા.
પરેશ રાવલે હેરાફેરી, સર, ઓએમજી, સરદાર જેવી ઘણી જાણીતી ફિલ્મોમાં કામ કર્યું છે. તથા 2014માં તેમને ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી દ્વારા પદ્મશ્રી એવોર્ડથી પણ સન્માનિત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત તે અમદાવાદથી 2014માં ભાજપના લોકસભાના સાંસદ પણ રહી ચૂક્યા છે.
પરેશ રાવલે (Paresh Rawal) પોતાના કેરિયરની શરૂઆત 1984માં તેમણે હોલી ફિલ્મથી કરી હતી. તો 1986માં નામ ફિલ્મથી તેમને બોલિવૂડમાં ઓળખ મળી હતી. જો કે, પહેલા તેમની ઓળખ એક સારા વિલેન તરીકે થતી હતી. અને હેરા ફેરી પછી તે કોમેડી કિંગ પણ બની ગયા.
પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.