School Fee
આજે ગુજરાત હાઇકોર્ટે શાળાઓની ફી (School Fee) મામલે ગુજરાત સરકાર તરફથી કરવામાં આવેલી અરજીનો નિકાલ કર્યો છે. આ પહેલા હાઇકોર્ટે સરકાર અને સંચાલકોને સાથે બેસીને ફી માળખું નક્કી કરવાનો આદેશ કર્યો હતો. તેમજ હાઇકોર્ટે કહ્યું છે કે, કોરોના કાળ દરમિયાન શાળાઓની ફી નક્કી કરવા માટે સરકાર પાસે પૂરી સત્તા છે.
જો કે, સરકારની ભલામણ પ્રમાણેની ફી (School Fee) સ્વીકારવા માટે સંચાલકો તૈયાર ન હોવાથી ગુજરાત સરકાર ફરીથી હાઇકોર્ટમાં ગઈ હતી. તો આ સાથે જ હાઇકોર્ટે એવી ટકોર પણ કરી હતી કે, રાજ્ય સરકાર પાસે સંપૂર્ણ સત્તા હોવા છતાં આ મુદ્દે કોર્ટમાં આવે છે તે દુઃખદ છે.
- Paytm App ને ગુગલે પ્લે સ્ટોરમાંથી હટાવી,જાણો વિગત
- Agri Bill 2020: કૃષિ બિલ પર વિરોધ વચ્ચે PM મોદીએ જણાવ્યું કે…
આ મામલે વાલી મંડળના પ્રમુખ નરેશભાઈએ જણાવ્યું કે, ગુજરાત હાઇકોર્ટે આજે ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. જે પ્રમાણે હાઇકોર્ટે સરકારને ફી (School Fee) નક્કી કરવાની છૂટી આપી દીધી છે. અમે સરકાર તરફથી જે પણ નિર્ણય લેવામાં આવશે તેને વધાવી લઈશું.
તો તેમને વધુમાં જણાવ્યું કે, જો સંચાલકો સરકારની વાત પણ નહીં માને તો આખા ગુજરાતના વાલીઓ આંદોલનના માર્ગે જશે. તથા મુખ્યમંત્રી વિજય રૂપાણીને રજુઆત કરીને શાળાઓની માન્યતા રદ કરવાની માંગણી કરીશું.
પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.