Forecast
હવામાન વિભાગ દ્વારા ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાતમાં સામાન્ય વરસાદ વધવાની આગાહી (Forecast) કરાઈ છે. તો છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 82 તાલુકામાં વરસાદ નોંધાયો છે. સૌથી વધુ અમરેલીનાં રાજુલામાં 3.08 ઇંચ વરસાદ ખાબક્યો છે. આ સાથે સુરત શહેરમાં પણ 2.8 ઇંચ, ભરૂચના વાગરા, તાપીનાં ડોલવણ, સુરતનાં કામરેજ, વલસાડનાં ધરમપુર, સુરતનાં માંગરોલ, ભરૂચ, નવસારીનાં ચીખલીમાં બે ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે.
હવામાન વિભાગ પ્રમાણે ગુજરાતમાંથી ચોમાસુ વિદાય લેવાની તૈયારી કરી રહ્યું છે. તો હજી બે દિવસ રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તથા અમદાવાદ સહિત મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રનાં કેટલાક વિસ્તારોમાં વરસાદને લઇને એલર્ટ આપવામાં આવ્યું છે.
આજે 23મી તારીખનાં સવારે 6 થી 8 દરમિયાન 37 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ ભાવનગરનાં મહુવામાં કુલ 1.20 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. તો આ સાથે ભાવનગરનાં જેસર, તલાજા, પાલીતાણા, જેતપુરપાવી, સંખેડા, નસવાડી, જાફરાબાદ, સિહોરમાં પણ વરસાદ નોંધાયો છે.
કાલે મળેલી IMDના અધિકારીઓની બેઠકમાં જણાવ્યું હતું કે, હાલમાં ગુજરાત પર કોઈ સ્ટ્રોંગ સિસ્ટમ સક્રિય ન હોવાથી અતિભારે વરસાદ થવાની શક્યતા નહિવત છે. પરંતુ છત્તીસગઢ પરનું હળવું દબાણ પશ્ચિમ મધ્યપ્રદેશ તરફ ખસવાની શક્યતાને પગલે ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં સામાન્ય વરસાદ વધવાની શક્યતા (Forecast) છે.
આ ઉપરાંત કેટલાક સ્થળોએ ભારે વરસાદ પણ થઈ શકે છે. આ સિસ્ટમ નબળી પડવાની હોઈ 24 સપ્ટેમ્બરથી વરસાદ ઘટવાની શક્યતા છે તેમજ 25 સપ્ટેમ્બર બાદ વરસાદ નહિવત રહેશે. અમરેલી જિલ્લામા ઓણસાલ ભારે વરસાદથી ખેતી પાકને ખૂબ મોટા પ્રમાણમા નુકશાન થયુ છે. ત્યારે હજુ જિલ્લામા 10 ટકા વિસ્તારમા પણ સર્વેની કામગીરી પુર્ણ થઇ નથી. જો કે, કુલ 4.84 લાખ હેકટરમા પાકને અસર પહોંચી છે.
અમરેલી જિલ્લામા 11 તાલુકામા મગફળી, કપાસ, ઘાસચારો, તલ, કઠોળ, શાકભાજી સહિતના પાકને ભારે વરસાદના કારણે માઠી અસર પહોંચી છે. તથા જિલ્લાના કુલ 619 ગામેામા પાકને માઠી અસર પહોંચી છે. અને કુલ 4,84,621 હેકટરમા પાક અસરગ્રસ્ત થયો છે.
પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.