Alia Bhatt
માહિતી મુજબ શાહરૂખના નિર્માણહાઉસ બનનારી એક ડાર્ક કોમેડી ફિલ્મમાં આલિયા ભટ્ટ (Alia Bhatt) અને વિજય વર્મા જોવા મળે તેવી શક્યતા છે. આ એક મહિલા પ્રધાન ફિલ્મ હોવાની વાત છે.
ફિલ્મ સાથે જોડાયેલા સૂત્રે સોશિયલ મીડિયાના પોર્ટલને જણાવ્યું હતું કે, આ ફિલ્મનું નામ હાલ ડાર્લિંગસ રાખવામાં આવ્યું છે. આ ફિલ્મ એક ડાર્ક કોમેડી હશે જેમાં સાઉથ બોમ્બેમાં રહેતી મા-દીકરીની જિંદગીની આસપાસ ફરતી હશે.
આ પણ જુઓ : કોરોના બાદ હવે આ રોગ પુરુષોને બનાવે છે નપુંસક
ફિલ્મમાં ગલી બોય ફેમ વિજય વર્મા આલિયા ભટ્ટના પતિના પાત્રમાં હશે. આલિયાએ શાહરૂખના પ્રોડકશનમાં બનેલી ડિયર જિંદગીમાં પણ કામ કર્યું હતું. જેમાં શાહરૂખ કેમિયો કરતો જોવા મળ્યો હતો.
પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.