Dentist
સુરતમાં દાંતનાં ડૉક્ટર (Dentist) ની તેની જ ક્લિનિકમાં હત્યા થતા ચકચાર મચી ગયો છે. આ ડૉક્ટર મોડી રાત સુધી ઘરે ન પહોંચતા તેમના પરિવારજનો તપાસ કરવા તેમની ક્લિનિક પર ગયા હતા. તો ત્યાં ડૉક્ટરનું શરીર લોહીમાં લથબથ હાલતમાં પડ્યું હતું. આ જોતા જ પરિવારે સ્થાનિક પોલીસને જાણ કરી હતી. પોલીસે આ મામલે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
આ ઘટના વિશે મળતી માહિતી મુજબ, સુરતના નાનપુરા વિસ્તારમાં રહેતા અને લાલગેટ વિસ્તારના કાસ્કીવાડ ખાતે દાંતનું દવાખાનું ધરાવતા (Dentist) ડૉ. અઝીમ પાતરાવાલા રોજ પોતાના ક્લિનિકથી કામ પતાવી સમયસર પોતાના ઘરે જતા રહેતા હતા.
પરંતુ મંગળવારે મોડી રાત સુધી પોતાના ઘરે ન પોંહચતા પરિવાર ડૉક્ટરને શોધવા તેમની ક્લિનિક ખાતે ગયા હતા. ત્યારે આ તબીબ મૃત હાલતમાં લોહીમાં લથપથ હાલતમાં મળી આવતા પરિવારે તરત જ પોલીસને જાણ કરી હતી.
- Drugs: સુરતમાં 1 કરોડથી વધારેની કિંમતનું ડ્રગ્સ ઝડપાયું
- Rajasthan Royals એ ચેન્નાઇ સુપરકિંગ્સને 16 રનથી હરાવ્યું
આ ડૉક્ટરની ગળાના ભાગે કોઈ તિક્ષણ હથિયાર વડે ગળું કાપીને હત્યા કર્યાનું સામે આવતા આ મામલે તપાસ શરૂ કરાવી હતી. જાણકારી મળતા જ પોલીસ બનાવવાળી જગ્યા પર પોંહચી ત્યારે ડૉક્ટરની લાશ જોતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી.
જો કે, લાલગેટ પોલીસે આ તબીબની હત્યા કોને ક્યારે અને ક્યાં કારણોસર કરી છે તે મામલે ગુણો નોંધી ડોગસકોડ અને FSL મદદથી તપાસ હાથ ધરી છે. તો બીજી બાજુ સમગ્ર વિસ્તારમાં આવેલા સીસીટીવી કેમેરાની પણ તપાસ શરૂ કરી છે.
પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.