Female pilot
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સંસદીય મતવિસ્તાર વારાણસીએ વધુ એક સિદ્ધિ મેળવી. ફાઈટર વિમાન રાફેલની સ્ક્વોડ્રન ગોલ્ડન એરોમાં પ્રથમ મહિલા પાયલટ (Female pilot) લેફ્ટેનન્ટ વારાણસીના શિવાંગી સિંહ સામેલ થયા છે.
વારાણસીની આ મહિલા પાયલટે (Female pilot) આ કરીને વારાણસી અને દેશનું નામ ઊંચું કર્યું છે. શિવાંગી સિંહ દેશના સૌથી તાકતવર ફાઇટર પ્લેન રાફેલના સ્ક્રાડ્રન ગોલ્ડન એરોની એક માત્ર અને પહેલી મહિલા પાયલટ તરીકે જોડાઇ છે.
વારાણસીના ફુલવરિયા સ્થિત શિવાંગીના ઘરે પાડોશના બાળકો અને લોકો ભેગા થયા અને પરિવાર સાથે ખુશી ઉજવી. શિવાંગીની આ સફળતા પર માતા સીમા સિંહે કહ્યું કે પુત્રીએ જે સપનું જોયું હતું તે પૂરું કર્યુ છે.
તેના પિતાએ જણાવ્યું કે તેમણે પોતાની દીકરીની આ ઉપલબ્ધિ માટે ખૂબ જ માન છે. અને તેમણે કહ્યું કે શિવાંગી દેશની અન્ય દીકરીઓને પણ પોતાના હોંસલા મજબૂત કરવામાં મદદ કરશે.
આ પહેલીવાર નથી જ્યારે કાશીની દીકરીએ દેશનું નામ રોશન કર્યું હોય. 2017માં પણ ઇન્ડિયન એરફોર્સમાં ફાઇટર પ્લેન ઉડાવતી પાંચ મહિલા પાયલોટ (Female pilot) અહીંથી જોડાઇ હતી. અને હવે 3 વર્ષ પછી તેમના નામ સાથે વધુ ઉપલબ્ધિઓ જોડાઇ ગઇ છે.
શિવાંગીનું પોસ્ટિંગ હાલ રાજસ્થાનમાં છે. શિવાંગીના બાળપણ અંગે માતાએ જણાવ્યું કે તે શરૂઆતથી જ ભણવામાં હોશિયાર હતી. પ્રાથમિક શિક્ષણ બાદ ઉચ્ચ શિક્ષણ માટે બનારસ હિન્દુ વિશ્વવિદ્યાલય (BHU) માં અભ્યાસ માટે ગઈ હતી. એક મહિનાની તાલિમમાં ક્વોલિફાય કર્યા બાદ હવે તે રાફેલ ટીમનો ભાગ બની છે.
શિવાંગીના પિતા કુમારેશ્વર સિંહે જણાવ્યું કે અમને ગર્વ છે કે અમારી દીકરી દેશનું નામ રોશન કરશે. બીએચયુમાં જ તે નેશનલ કેડેટ કોરમાં 7 યુપી એર સ્ક્વોડ્રનનો ભાગ હતી. બીએચયુથી 2013થી 2015 સુધી એનસીસી કેડેટ રહી. આ સાથે જ સનબીમ ભગવાનપુરથી બીએસસી કર્યું. શિવાંગી દિલ્હીમાં ગણતંત્ર દિવસ પરેડમાં 2013માં ઉત્તર પ્રદેશની ટીમનું પ્રતિનિધિત્વ કરી ચૂકી છે.
શિવાંગી સિંહના પિતા કુમારેશ્વર સિંહ ટૂર એન્ડ ટ્રાવેલનું કામ કરે છે. ફુલવરિયા ગામની રહેવાસી શિવાંગી નાનપણથી જ આકાશમાં ઉડવા માંગતી હતી. તેમની મા સીમા સિંહે જણાવ્યું કે તે નાનપણમાં ખૂબ જ મસ્તીખોર હતી. અને ખુલ્લા આકાશમાં ઉડવું તે તેનું સ્વપ્ન હતું.
શિવાંગી વાયુ સેનાના ફાઇટર વિમાન મિગ 21 બાઇસન પણ ઉડાવી શકે છે. તે રાફેલ માટે અંબાલા ખાતે ટેકનિકલ પ્રશિક્ષણ લઇ રહી છે.
પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.