NCB
બોલિવૂડમાં ડ્રગ્સના મામલામાં દિપીકા પાદુકોણ, સારા અલી ખાન, રકુલપ્રિત સિંહ અને શ્રદ્ધા કપૂર પણ ડ્રગ્સ મામલામાં ફસાયા છે. NCB એ ડ્રગ્સ કિસ્સામાં દિપીકા પાદુકોણની પૂછપરછ દરમિયાન માલનો અર્થ જાણવાનો પ્રયાસ કર્યો હતો.
દિપીકાએ જવાબ આપતા કહ્યું હતું કે હા, માલનો અર્થ મારા માટે સિગારેટ થતો હતો. સિગારેટ માટે અમે માલ શબ્દનો ઉપયોગ કરીએ છીએ. આ મામલે NCBએ દિપીકાને બીજો ચેટમાં ઉપયોગ કરાયેલ હેશ વિષે પૂછ્યું. તેના જવાબમાં દિપીકાએ કહ્યું કે અમે અલગ અલગ બ્રાન્ડની સિગારેટને માટે આ હેશ અને વીડ એમ બે પ્રકારના કોડનો ઉપયોગ કરીએ છીએ.
આ પણ જુઓ : RCBvsMI : મેચ ટાઈ, સુપર ઓવરમાં બેંગલુરુ સામે મુંબઈની હાર
દિપીકાએ કહ્યું હતું કે અમે પાતળી સિગારેટને હેશ અન જાડી સિગારેટને વીડ કહીએ છીએ. દિપીકાએ કહ્યું કે અમે સિગારેટ પીએ છીએ પરંતુ તે ડ્રગ્સ નથી. ત્યારબાદ NCBએ પૂછ્યું કે તે કોડવર્ડનો ઉપયોગ શા માટે કરે છે તો તેણે જવાબ આપ્યો હતો કે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં અંદરોઅંદરની વાતચીત દરમિયાન અમે ઘણા કોડવર્ડનો ઉપયોગ કરીએ છીએ.
પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.