Prime Minister Scholarship Scheme
રાજ્યના માજી સૈનિકો, સ્વર્ગસ્થ માજી સૈનિકોના ધર્મ-પત્નીઓ તથા કોસ્ટગાર્ડના જવાનોના સંતાનોને કે જેઓએ ગત વર્ષમાં ધોરણ ૧૨માં ૬૦ ટકાથી વધારે માકર્સ મેળવેલ હોય તેમને વ્યવસાયીક ડીગ્રી કોર્ષમાં ઉચ્ચ અભ્યાસ માટે પ્રધાનમંત્રી સ્કોલરશીપ યોજના અંતર્ગત સ્કોલરશીપ આપવામાં આવશે.
પ્રધાનમંત્રી સ્કોલશીપ યોજના (Prime Minister Scholarship Scheme) અંતર્ગત બી.ઈ., બી.ટેક, બી.ડી.એસ., એમ.બી.બી.એસ., બી.એડ., બી.બી.એ., એમ.બી.એ., બી.સી.એ., એમ.સી.એ. એમ.સી.આઈ., એ.આઇ.સી.ટી. અને યુજીસી જેવા વ્યવસાય ડીગ્રી કોર્ષમાં ચાલુ શૈક્ષણિક વર્ષમાં પ્રવેશ મેળવ્યો હોય તેઓને માનનીય પ્રધાનમંત્રી તરફથી સ્કોલશીપ આપવામાં આવશે. જે માટે કેન્દ્રીય અસિનિક બોર્ડ, નવી દિલ્હીની વેબ સાઇટ www.ksb.gov.in પર રજીસ્ટ્રેશન કરાવી તા.૩૧/૧૨/૨૦૨૦ સુધીમાં ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે.
આ પણ જુઓ : ગુજરાતની 8 સહિત 11 રાજ્યોમાં વિધાનસભાની 3 નવેમ્બરે ચૂંટણી
પ્રધાનમંત્રી સ્કોલરશીપ યોજના અંગે વધુ માહિતી માટે સેક્રેટરી, કેન્દ્રીય સૈનિક બોર્ડ, વેસ્ટ બ્લોક-૪, વીંગ-૫, આર.કે.પુરમ, નવી દિલ્હીના ટેલીફોન નંબર ૦૧૧-૨૬૧૯૨૩૬૧, ૨૬૭૧૫૨૫૦ અથવા જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ કચેરી, મહેસાણાના ટેલીફોન નંબર ૦૨૭૬૨૨૨૦૩૫ નો સંપર્ક કરી શકાશે.
પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.