Kerala
કેરળ (Kerala)માંથી ટેસ્ટ કર્યા વગર જ કોરોના નેગેટિવ સર્ટિફિકેટ આપી તેમની સાથે છેતરપીંડી કરનાર લેબનો પર્દાફાશ થયો. તેના મેનેજરની ધરપકડ કરાઇ હતી. જેમાં મધ્ય પૂર્વ અને અન્ય દેશોમાં જવા ઇચ્છતા લોકોને ટેસ્ટ કર્યા વગર જ કોરોના નેગેટિવ સર્ટિફિકેટ આપી તેમની સાથે છેતરપીંડી કરવામાં આવતી હતી.
કોઝિકોટ સ્થિત આઇસીએમઆર દ્વારા પ્રમાણિત પ્રતિષ્ઠિત લેબની શાખા અને જિલ્લામાં વાલાન્ચેરીમાં આવેલી ઇરમા લેબ દ્વારા અમુક લોકોને નેગેટિવ સર્ટિફિકેટ આપવામાં આવ્યું હતું. જેમાં કેટલાક લોકો સાઉદી એરેબિયામાં જતાં તેઓ કોવિડ-19 જણાતા આ કૌભાંડનો પર્દાફાશ થયો હતો. અરમા લેબ દ્વારા છેલ્લા કેટલાક મહિનાઓમાં આશરે 2000 લોકો સાથે છેતરપિંડી કરાઇ હતી.
આ પણ જુઓ : ગુજરાતની 8 સહિત 11 રાજ્યોમાં વિધાનસભાની 3 નવેમ્બરે ચૂંટણી
પોલીસે કહ્યું હતું કે અરમા લેબ દ્વારા કેટલાક મહિનાઓમાં ભેગા કરેલા 2500 નમુના ટેસ્ટ માટે કોઝિકોડ મોકલાયા જ ન હતા અને વાલાન્ચેરીમાંજ સર્ટિફિકેટ આપી દેવાયા હતા. તેમણે માત્ર 500 નમુના જ ટેસ્ટ માટે મોકલ્યા હતા અને બાકીના 2000 જણાને બનાવટી કોવિડ-19 નેગેટિવ સર્ટિફિકેટ આપી દીધા હતા. લેબનો મેનેજર લેબના લેટર હેડનો ઉપયોગ કરી ટેસ્ટ કર્યા વગર જ લોકોને નેગેટિવ સર્ટિફિકેટ આપતો હતો.
આ પણ જુઓ : ICMR ની ચેતવણી: કેટ ક્યુ નામનો બીજો ચીની વાયરસ ભારતમાં આતંક મચાવશે
અરમા લેબ દ્વારા ટેસ્ટ માટે રૂપિયા 2750 લેવામાં આવતા હતા. આમ તેમણે કુલ રૂપિયા 40 થી 45 લાખ ભેગા કરી લીધા હતા. અરમા લેબના મેનેજરે કોઝિકોડ લેબના બનાવટી લેટર હેડ બનાવ્યા હતા અને કોવિડ-19ના સર્ટિફિકેટ આપ્યા હતા.
પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.