PTN NEWS
પૂજ્ય મહાત્મા ગાંધીજીની ૧૫૦મી જન્મજયંતિની દ્વિવાર્ષિક ઉજવણી નિમિત્તે પાટણ ખાતે ફિટ ઈન્ડિયા અભિયાનનો સમાપન કાર્યક્રમ યોજાયો હતો. જેમાં યોગ નિદર્શન અને દોડની સાથે સાથે ગાંધી વિચારોના પુસ્તકનું પઠન કરવામાં આવ્યું.
જો તમે ગુજરાતી હોવ તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.
રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ અને જિલ્લા વહિવટી તંત્ર દ્વારા રમતગમત અધિકારીની કચેરી સંચાલિત પાટણ જિલ્લાના યોગ સેન્ટરો અને વિલાજ પાર્ટી પ્લોટ દ્વારા આયોજીત ફિટ ઈન્ડિયા સમાપન કાર્યક્રમ અંતર્ગત પૂજ્ય મહાત્મા ગાંધીજીની જન્મજયંતિ નિમિત્તે સવારે ૦૫.૩૦ કલાકે પાટણ શહેરના ટેલિફોન એક્સચેન્જ રોડ પરની શ્રી ગણેશ સોસાયટીથી વિલાજ પાર્ટી પ્લોટ સુધી દોડ યોજાઈ હતી.

જિલ્લા શિક્ષણાધિકારીશ્રી એ.પી.ઝાલા, જિલ્લા રમતગમત અધિકારીશ્રી વી.સી.પટેલ, નગરપાલિકાના ઉપપ્રમુખશ્રી લાલેશભાઈ ઠક્કર તથા નગરપાલિકાના ચીફ ઑફિસરશ્રી પાંચાભાઈ માળી દ્વારા લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું.

આ દોડમાં યોગ સાધકો, યોગ ટ્રેનર્સ, યોગ કોચશ્રીઓ તથા પાટણ શહેરના નગરજનો મોટી સંખ્યામાં જોડાયા હતા. વિલાજ પાર્ટી પ્લોટ ખાતે પૂર્ણ થયેલી દોડ બાદ સૂર્ય નમસ્કાર તથા યોગાસન કાર્યક્રમ યોજાયો. સાથે સાથે ગાંધીજીના પ્રિય ભજન વૈષ્ણવજન તથા ગાંધી વિચારોની રજૂઆત કરવામાં આવી હતી.
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો, ટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News