પાટણ – PATAN
શિક્ષણની નગરી તરીકે ખ્યાતી પામેલ પાટણ નગરમાં જીલ્લા શિક્ષણ ભવનની અલાઈદી સુવિધાઓ ઉપલબ્ધ બને તે માટે આજથી ૧પ વર્ષ પૂર્વે જેતે સમયના કલેકટર દવારા શહેરના સિધ્ધપુર હાઈવે ચાર રસ્તા નજીક આવેલ જીલ્લા માહીતી કચેરીની બાજુમાં સરકારી જગ્યા ફાળવવામાં આવી હતી.
આ જીલ્લા શિક્ષાણ ભવનના નિર્માણ કાર્ય માટે વિવિધ સંસ્થાઓ અને સંગઠનો સહીત પાટણના દાતાઓની લોક ભાગીદારીથી કામનો શુભારંભ કરવામાં આવ્યો હતો. ૭પ ટકા કામ પૂર્ણ કરવામાં આવ્યું હતું.
ત્યાર બાદ આ ભવનની કામગીરીમાં લોકો ભાગીદારીનો સહકાર નહીં મળતાં નાણાંના અભાવને કારણે, નિર્માણ કાર્યની કામગીરી બંધ રાખવાની ફરજ પડી હતી. જે કામગીરી પુન: શરુ કરવા માટે સરકારી તંત્ર દવારા કે જીલ્લા શિક્ષાણાધીકારીના સત્તાધીશો દવારા કોઈપણ પ્રયાસો હાથ ધરવામાં ના આવતા આજદીન સુધી આ ભવનની બિલ્ડીંગનું નિર્માણ કાર્ય અધુરુ રહેવા પામ્યું છે.
જેના કારણે હાલમાં આ બિલ્ડીંગની હાલત ખંડેર જેવી ભાસી રહી છે. તો તંત્ર દવારા આજદીન સુધી આ બિલ્ડીંગ તરફ લક્ષય ન અપાતા અસામાજીક પ્રવૃત્તીઓ માટે આ બિલ્ડીંગ આર્શિવાદ સમાન બની રહયું છે. તો આ બિલ્ડીંગ મા કોઈ વ્યકતી દવારા પોતાની ઘરવખરી ગોઠવી કબજો જમાવ્યો હોય તેવું જોવા મળી રહયું છે.
આ બાબતે તંત્રને જાગૃત કરવા પાટણ જીલ્લાની સૌ પ્રથમ ઈલેકટ્રોનીક ન્યુઝ ચેનલ પી.ટી.એન. દવારા શિક્ષણની નગરી પાટણ શહેરમાં શિક્ષણ ભવનનુંનિર્માણ કાર્ય પૂર્ણ થાય તેવા હેતુથી જીલ્લા શિક્ષણઅધિકારી એ.પી.ઝાલાની રૂબરૂ મુલાકાત લઈ તેઓને પરિસ્થિતિથી વાકેફ કરાયા હતા.
ત્યારે તેઓએ પાટણ જીલ્લાના શિક્ષાણ ભવનનું અધુરુ રહેલ કાર્ય પૂર્ણ થાય તે માટે જીલ્લા કલેકટર સહીત આર.એન્ડ.બી.વિભાગ અને શહેરની વિવિધ સંસ્થાઓ અને સંગઠનોની સાથે સાથે દાતાઓ સાથે વિચાર વિમર્શ કરી વહેલી તકે આ ભવનની કામગીરી શરુ કરવામાં આવે તે બાબતેના પ્રયાશો કરવામાં આવનાર હોવાનું જણાવ્યું હતું.
આમ શિક્ષાણ નગરી પાટણ શહેરમાં શિક્ષાણ ભવનના અધુરા નિમર્ાણ કાર્યનું કામ વહેલી તકે પૂર્ણ થાય અને જીલ્લા શિક્ષાણના અલાયદા ભવનની સુવિધા વહેલામાં વહેલી તકે ઉપલબ્ધ બને તેવા પ્રયત્નો પી.ટી.એન. ન્યુઝના માધ્યમથી સાકાર બને તેવી શુભેચ્છાઓ પાટણના પ્રબુધ્ધ નગરજનોએ પણ વ્યકત કરી હતી.
શું તમે ગુજરાતી છો? તો અમારું પેજ લાઈક કરો.