આમ આદમી પાર્ટી

સ્થાનીક સ્વરાજયની ચુંટણીઓને લઈ તમામ રાજકીય પક્ષાો સકિ્રય બન્યા છે. ત્યારે પ્રથમ વખત આમ આદમી પાર્ટી સ્થાનીક સ્વરાજયની ચુંટણીઓમાં ઝંપલાવવા જઈ રહયું છે.

આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ દવારા વિવિધ સેવાલક્ષાી કાર્યક્રમો થકી લોકો વચ્ચે આવીને પોતાનો પ્રચાર પ્રસાર કરી રહયા છે. ત્યારે આમ આદમી પાર્ટીના પક્ષનું ચિન્હ ઝાડું હોવાથી તેઓ સ્વચ્છતાને પ્રથમ પ્રાધાન્ય આપે છે.

પૂજય બાપુજીની ૧પ૧ મી જન્મ જયંતી નિમીતે આમ આદમી પાટર્ીના કાર્યકરો દવારા પાટણ શહેરને સ્વચ્છ કરવાના સંકલ્પ લેવામાં આવ્યા હતા. તેને અનુલક્ષાીને આજરોજ આમ આદમીના કાર્યકરો દવારા પાલિકાની ઉદાસીનતા અને અણઆવડતને લઈ પૂજય બાપુના નામ સાથે સંકળાયેલા એવા ગાંધીબાગમાં ઠેર ઠેર ગંદકીનું સામ્રાજય છવાયેલું છે.

જેને લઈને આપ ના કાર્યકરો દવારા ગાંધીબાગની સ્વચ્છતા હાથ ધરવામાં આવી હતી. અને જયાં સુધી ગાંધીબાગ સ્વચ્છ નહીં થાય ત્યા સુધી તેની સફાઈ કરવામાં આવવાનું નિરવ શુકલાએ જણાવી, બાપુની જન્મ જયંતીએ કરેલા શપથ ને સાર્થક કરવા ગાંધી બાગથી સ્વચ્છતાની આપ પાટર્ી દવારા શરુઆત કરવામાં આવી હોવાનું જણાવ્યું હતું.

શું તમે ગુજરાતી છો? તો અમારું પેજ લાઈક કરો.