Dilip Ray
કોલસા કૌભાંડમાં દોષિત ઠરેલા ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન દિલીપ રે (Dilip Ray) સહિત ત્રણને 3 વર્ષની જેલની સજા ફરમાવવામાં આવી હતી. 1999માં ઝારખંડના ગિરિદીહ વિસ્તારની બ્રહ્મદિહા કોલસા ખાણમાં થયેલા કૌભાંડમાં દિલીપ રે સહિત કેટલાક લોકો સામે સીબીઆઇની તપાસ ચાલી રહી હતી.
આમ તો આ પહેલાંની સુનાવણી દરમિયાન જ આ ત્રણે દોષિત જાહેર થયા હતા પરંતુ એ સુનાવણીમાં આ લોકો ગેરહાજર હતા. કોર્ટે ત્રણે જણને એ પછીની સુનાવણીમાં રૂબરૂ હાજર રહેવાની તાકીદ કરી હતી. આજે આ ત્રણે દોષિતોને ત્રણ ત્રણ વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી.
આ પણ જુઓ : 31મીએ PM મોદી અમદાવાદમાં સી પ્લેનનું ઉદ્ઘાટન કરશે
અત્યાર અગાઉ ઝારખંડના મુખ્ય પ્રધાન મધુ કોડા પણ આરોપી પુરવાર થઇ ચૂક્યા હતા. તેમને ત્રણ વર્ષની જેલ ઉપરાંત કોર્ટે પચીસ લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. ખામ મંત્ર્યાલયના ભૂતપૂર્વ સચિવ એચ સી ગુપ્તાને પણ ત્રણ વર્ષની જેલની સજા એક લાખ રૂપિયાનો દંડ થયો હતો.
સીબીઆઇની સ્પેશિયલ કોર્ટે આ ત્રણેને 6 ઓક્ટોબરની સુનાવણીમાં દોષિત જાહેર કર્યા હતા. એ સુનાવણીમાં આ લોકો હાજર નહોતા એટલે કોર્ટે 26 ઓક્ટોબર એટલે કે આજે સોમવારની સુનાવણીમાં તેમને અચૂક હાજર રહેવાની તાકીદ કરી હતી.
શું તમે ગુજરાતી છો? તો અમારું પેજ લાઈક કરો.