Jammu Kashmir
ભાજપના કાર્યકરોએ સોમવારે શ્રીનગરમાં મહેબૂબા મુફ્તી વિરુદ્ધ પ્રદર્શન કર્યું. જમ્મુ કાશ્મીર (Jammu Kashmir) ના પૂર્વ મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તીએ ત્રિરંગા વિશે આપેલા નિવેદન પર વિવાદ છેડાઈ ગયો છે. કૂપવાડાના ભાજપ કાર્યકરો શ્રીનગરના મશહૂર લાલ ચોક પર પહોંચ્યા અને તિરંગો લહેરાવવાની કોશિશ કરી. આ દરમિયાન ભાજપના ચાર કાર્યકરોની અટકાયત કરવામાં આવી. જો કે પોલીસે ત્યારબાદ તેમને છોડી મૂક્યા.
જમ્મુમાં પણ મહેબૂબા મુફ્તીના નિવેદન વિરુદ્ધ ત્રિરંગા યાત્રા કાઢવામાં આવી. મહેબૂબા મુફ્તીના નિવેદન વિરુદ્ધ સૂત્રોચ્ચાર થયો. આ ઉપરાંત જમ્મુમાં પીડીપી ઓફિસ બહાર ભાજપના કાર્યકરોએ ત્રિરંગો ફરકાવ્યો. વંદે માતરમ અને ભારત માતાની જયના નારાથી વિસ્તાર ગૂંજી ઉઠ્યો હતો.
31મીએ PM મોદી અમદાવાદમાં સી પ્લેનનું ઉદ્ઘાટન કરશે
#WATCH | Jammu and Kashmir: Police detain Bharatiya Janata Party (BJP) workers who were allegedly trying to hoist national flag at clock tower in Lal Chowk, Srinagar. pic.twitter.com/j8rUFH0kco
— ANI (@ANI) October 26, 2020
મહેબૂબા મુફ્તીએ નજરકેદમાંથી છૂટ્યા બાદ પહેલી પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે કાશ્મીરમાં કલમ 370ની વાપસી નહીં થાય ત્યાં સુધી તેઓ ત્રિરંગો ઉઠાવશે નહીં કે ચૂંટણી પણ લડશે નહીં. મહેબૂબા મુફ્તીના નિવેદનનો આખા દેશમાં વિરોધ થયો. ભાજપના કાર્યકરોએ રાષ્ટ્રીય ધ્વજ પર કરાયેલી અપમાનજનક ટિપ્પણીને લઈને મહેબૂબા મુફ્તી વિરુદ્ધ જમ્મુમાં પીડીપી કાર્યાલય બહાર પ્રદર્શન કર્યું.
#WATCH: Bharatiya Janata Party (BJP) workers hoist the national flag at Peoples Democratic Party (PDP) office in Jammu. #JammuAndKashmir pic.twitter.com/wCCYpzCDhA
— ANI (@ANI) October 26, 2020
જમ્મુમાં પીડીપીની ઓફિસ પર કાર્યકરોએ ત્રિરંગો લહેરાવ્યો હતો. કાશ્મીર ભાજપ આજે શ્રીનગરમાં ટાગોર હોલમાં ત્રિરંગા રેલી કાઢશે.
શું તમે ગુજરાતી છો? તો અમારું પેજ લાઈક કરો.