Corona vaccine
રશિયાએ ઓગસ્ટમાં પોતાની પ્રથમ કોરોના વાયરસ વેક્સિન (Corona vaccine) Sputnik V રજીસ્ટર કરાવી હતી. કોરોના વેક્સિન Sputnik V બનાવનાર ગમલેયા રિચર્સ સેન્ટરના હેડ અલેગ્ઝેન્ડર ગિંટ્સબર્ગે સોમવારે જાણકારી આપતા કહ્યુ, Sputnik Vના ત્રીજા તબક્કાની ટ્રાયલ ચાલી રહી છે. વેક્સિનની 85 ટકા લોકો પર કોઈ આડઅસર જોવા મળી નથી. વેક્સિનની સાઇડ ઇફેક્ટ 15 ટકા લોકો પર જોવા મળી.
આ પણ જુઓ : મોદી સરકારનો મોટો નિર્ણય, જમ્મુ-કાશ્મીર અને લદાખમાં જમીન ખરીદી શકાશે
આ વેક્સીનને લઇ પશ્ચિમી દેશોએ આરોપ લગાવ્યો હતો કે રશિયા માત્ર વેક્સિનની રેસમાં આગળ નિકળવા માટે ઉતાવળ કરી રહ્યું છે. હકીકતમાં રશિયાએ ત્રીજા તબક્કાની ટ્રાયલ વગર વેક્સિન રજીસ્ટર કરાવી દીધી હતી. રશિયાએ કહ્યું હતું કે, તેણે પોતાની જૂની ટેક્નોલોજીનો ઉપયોગ કરી વેક્સિન બનાવી છે તેથી ઝડપથી વિકસિત કરી લીધી છે.
શું તમે ગુજરાતી છો? તો અમારું પેજ લાઈક કરો.