Rafale

Rafale

ભારતીય વાયુસેનામાં આગામી એપ્રિલ સુધીમાં 21 રાફેલ (Rafale) વિમાનો સામેલ થશે. જેનાથી ભારતીય વાયુસેનાની તાકાતમાં અનેકગણો વધારો થઈ જશે. ફ્રાંસે ભારતને હાલમાં જ પાંચ રાફેલ વિમાનો આપી દીધા છે.

આ પહેલા 29 જુલાઈએ પાંચ રાફેલ વિમાનો અંબાલા એરબેઝ પહોંચ્યા હતા. એપ્રિલ મહિના સુધીમાં બીજા 16 વિમાનો પણ ભારત આવી જશે. આ પૈકીના 3 વિમાનો ફ્રાંસ ભારતને નવેમ્બર મહિનામાં આપી દેશે.ભારતે ફ્રાંસ સાથે કુલ 36 વિમાનોનો સોદો કર્યો છે. આ તમામ સિંગલ સિટર લડાકુ વિમાનો છે. જ્યારે સાત બીજા વિમાનો પર ભારતીય વાયુસેનાના પાયલોટ્સ ફ્રાંસમાં ટ્રેનિંગ લઈ રહ્યા છે. આ ડબલ સિટર લડાકુ વિમાનો છે.

આ પણ જુઓ : મોદી સરકારનો મોટો નિર્ણય, જમ્મુ-કાશ્મીર અને લદાખમાં જમીન ખરીદી શકાશે

એક અંગ્રેજી અખબારના અહેવાલ પ્રમાણે નવેમ્બરમાં આવનારા 3 વિમાનોને પણ ગોલ્ડન એરો સ્કવોડ્રનમાં સામેલ કરવામાં આવશે. બીજા 3 વિમાનોનુ 5 નવેમ્બરે ભારતમાં આગમન થશે. આ વિમાનો ફ્રાંસથી ઉડીને સીધા અંબાલા પહોંચશે. હવામાં જ રિફ્યુલિંગ થવાના કારણે વિમાનોને કોઈ જગ્યાએ ઉતરાણ કરવાની જરુર નહી પડે. ભારતને નવેમ્બરમાં 3 વિમાનો મળ્યા બાદ બીજા 3 વિમાનો જાન્યુઆરીમાં , 3 વિમાનો માર્ચમાં અને 7 વિમાનો એપ્રિલ મહિનામાં મળી જશે.

શું તમે ગુજરાતી છો? તો અમારું પેજ લાઈક કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024