Unlock 5
ગૃહ મંત્રાલયે અનલોક 5 (Unlock 5)ની ગાઇડલાઇને નવેમ્બર અંત સુધી લંબાવી દીધી છે. તે સાથે જ કંટેનમેન્ટ ઝોનમાં 30 નવેમ્બર સુધી લોકડાઉન લાગુ રહેશે. કેન્દ્ર સરકારે મંગળવારે આ માહિતિ આપી છે.
કેન્દ્રિય ગૃહ મંત્રાલયે જણાવ્યું કે એમએચએ દ્વારા આજે ઓર્ડર જાહેર કરવામાં આવ્યો છે, જે પ્રમાણે 30 સપ્ટેમ્બરે જાહેર કરાયેલી ગાઇડલાઇન 30 નવેમ્બર સુધી લાગુ રહેશે. તો સાથે જ 30 નવેમ્બર સુધી કંટેનમેન્ટ ઝોનમાં લોકડાઉન પણ લાગુ રહેશે. તેમજ વ્યક્તિ કે સામાનને કોઇ પણ રાજ્યમાં અથવા તો એક રાજ્યથી બીજા રાજ્યમાં જવા પર કોઇ પણ પ્રકારનો પ્રતિબંધ નથી. ઉપરાંત તેના માટે અલગથી કોઇ પાસની જરુર પણ નથી.
આ પણ જુઓ : મોદી સરકારનો મોટો નિર્ણય, જમ્મુ-કાશ્મીર અને લદાખમાં જમીન ખરીદી શકાશે
ઉપરાંત શાળા અને કોલેજો ખોલવાને લઇને કેન્દ્ર સરકારે રાજ્યોને સ્વતંત્ર નિર્ણય લેવાનું કહ્યું હતું. અનલોક 5 મુજબ 15 ઓક્ટોબરથી સિનેમા હોલ 50 ટકા ક્ષમતા સાથે, એંટરટેનમેંટ પાર્ક અને સ્વિમિંગ પૂલ ખોલવાની અનુમતિ આપવામાં આવી હતી. સ્વિંમિંગ પુલ પણ માત્ર ખેલાડીઓ માટે ખુલ્યા છે. હવે આ ગાઇડલાઇન ગાઇડલાઇન નવેમ્બર મહિનામાં પણ લાગુ રહેશે.
શું તમે ગુજરાતી છો? તો અમારું પેજ લાઈક કરો.