Bihar
બિહાર (Bihar) ના મુંગેર જિલ્લામાં વિસર્જન દરમિયાન થયેલી હિંસા શાંત થવાનું નામ લેતી નથી. ગુરુવારે એસપી અને એસડીઓની ઓફિસમાં તોડફોડ થયા બાદ પોલીસ સ્ટેશનમાંથી અનેક વસ્તુઓ ગાયબ છે. આ વસ્તુઓમાં એસએલઆરના 100 રાઉન્ડ કારતૂસ, બે મેગેઝીનના ઈન્સાસના 40 રાઉન્ડ કારતૂસ પણ સામેલ છે. પૂરબસરાય પોલીસ સ્ટેશન ઈન્ચાર્જ મૃત્યુંજયકુમારે આ વાતની જાણકારી આપી છે.
આ પણ જુઓ : પતિએ પત્નીને હેરાન કરનારને ઠપકો આપતાં પતિની કરી હત્યા
પૂરબસરાય પોલીસ સ્ટેશન ઈન્ચાર્જનું કહેવું છે કે આ દરમિયાન પોલીસ સ્ટેશનથી ઉપરોક્ત સામાન ગાયબ થયો છે. ગઈ કાલે ઉપદ્રવીઓએ મુંગેરમાં એસપી અને એસડીઓના કાર્યાલયમાં ખુબ તોડફોડ કરી હતી. ગુસ્સે ભરાયેલા લોકોએ પુરબસરાય પોલીસ વાહનમાં આગ લગાવી દીધી હતી અને પોલીસ સ્ટેશન ઉપર પથ્થરમારો પણ કર્યો હતો.
આ પણ જુઓ : પીએમ નરેન્દ્ર મોદી આજથી બે દિવસ ગુજરાતના પ્રવાસે
સોમવારે મોડી રાતે વિસર્જન દરમિયાન પોલીસ અને પબ્લિક વચ્ચે ઘર્ષણ થયું હતું. તે દરમિયાન એક યુવકનું ગોળી વાગતા મોત થયું હતું. તથા અનેક લોકો ઘાયલ થયા હતા. હકીકતમાં 28 ઓક્ટોબરના રોજ મુંગેરમાં પહેલા તબક્કાના મતદાનના કારણે પોલીસ સ્ટેસનમાં ભારે સંખ્યામાં કારતૂસ વગેરે રાખ્યા હતા.
શું તમે ગુજરાતી છો? તો અમારું પેજ લાઈક કરો.