Vadodara
વડોદરા (Vadodara) શહેરમાંથી બોગસ ડિગ્રી કૌભાંડ ઝડપાયું છે. અહીં દેશ અને રાજ્યની અલગ અલગ મળી કુલ 12 યુનિવર્સિટીઓની બોગસ ડિગ્રી તેમજ ધોરણ 10 અને 12ની બોગસ માર્કશીટ પણ બનાવી આપવામાં આવતી હતી. આ મુદ્દે વડોદરા પોલીસે વડોદરાના બે અને ભરૂચના એક આમ કુલ ત્રણ આરોપીની ધરપડક કરી છે.
ઝડપાયેલા ત્રણ આરોપીમાંથી એક આરોપી દિલીપ મોહિતેની ગોત્રી પોલીસ સ્ટેશનમાં પૂછપરછ કરતા સમગ્ર કૌભાંડનો ખુલાસો થયો છે. પી સી બી પોલીસે ફતેગંજના બ્લ્યૂ ડાયમંડ કોમ્પલેક્સ અને ભરૂચના જય કોમ્પલેક્ષ માં આવેલી દુકાનોમાં રેડ કરી હતી.
આ પણ જુઓ : પાટણ પદ્મનાભજીના સપ્તરાત્રી મેળાને લઇ પ્રાંત અધિકારીએ કરી ખાસ જાહેરાત
પોલીસે કમ્પ્યૂટર સહિત 500 બોગસ ડિગ્રી સર્ટિફિકેટ જપ્ત કર્યા છે. આરોપીઓ જુદી-જુદી 12 જેટલી યુનિવર્સિટીની ડિગ્રી આપતા હતા. આરોપીઓ પૈસા લઈને જે યુનિવર્સિટીની ડિગ્રી જોઈએ તે બનાવી આપતા હતા. એટલું જ નહિ ધોરણ 10 અને 12ની પણ નકલી માર્કશીટ બનાવી આપતા હતા.
શું તમે ગુજરાતી છો? તો અમારું પેજ લાઈક કરો.