Zykov D
ઝાયડસ કેડિલાની ઝાયકોવ-ડી (Zykov D) પ્લાઝમીડ DNA વેક્સિન પ્રાણી પરના પ્રયોગમાં અસરકારક પુરવાર થઇ ચૂકી છે. 15 જુલાઇ 2020 ફેઝ-1નું ક્લીનીકલ ટ્રાયલ શરૂ થયું હતું. 48 વોલંટીયર્સને વેક્સિનના ડોઝ અપાયા હતા.
ઝાયકોવ-ડીનું ફેઝ-2નું ક્લીનીકલ ટ્રાયલ 6 ઓગસ્ટથી શરૂ થયું હતું. ઝાયકોવ-ડી ફેઝ-2નું 1000 તંદુરસ્ત વોલંટીયર્સ પર 24 કલાક ક્લીનીકલ ફાર્મકોલોજીક યુનિટમાં દેખરેખમાં સફળ પરિક્ષણ કરવામાં આવ્યું હતુ.
આ પણ જુઓ : વડોદરાના 120 હોટસ્પોટ નક્કી કરાયા,માસ્ક વગર ફરનારાઓને થશે દંડ
ઝાયકોવ-ડી લઘુત્તમ બાયોસેફ્ટી જરૂરિયાતો વાળી વેક્સિન રેહેશે. ઝાયકોવ-ડીને સ્ટોરેજ કરવા કોલ્ડ સ્ટોરેજની ઓછી જરૂરિયાત પડશે. વાયરસ મ્યુટેડ થાય તો ઝાયકોવ-ડીને માત્ર 2 સપ્તાહમાં જ મોડીફાય કરી શકાશે.
શું તમે ગુજરાતી છો? તો અમારું પેજ લાઈક કરો.