MDH owner
MDH મરી-મસાલા કંપનીના સ્થાપક (MDH owner) ધર્મપાલનું 98 વર્ષની વયે ભારે હાર્ટ એટેકથી અવસાન થયું હતું. તેમની કંપનીનું આખું નામ મહાશિયા દી હટ્ટી હતું પરંતુ બજારમાં અને ગ્રાહકોમાં એ MDH બ્રાન્ડથી જાણીતા હતા. યુરોમોનિટરના એક અહેવાલ મુજબ ધર્મપાલ એફએણસીજી સેક્ટરના સૌથી વધુ કમાણી કરતા સીઇઓ હતા. 2018માં તેમને 25 કરોડનો ઇન-હેન્ડ-પગાર મળ્યો હતો.
કોરોનાથી સાજા થઇ ગયા બાદ એમના પર હૃદયરોગનો હુમલો થયો હતો. શરૂઆતમાં તેમણે પાટનગરમાં ટાંગો ચલાવીને પરિવારનું ભરણપોષણ કર્યું હતું. ત્યારબાદ થોડા પૈસા જમા થતાં દિલ્હીના કારોલ બાગ વિસ્તારમાં એક નાનકડી દુકાન ખોલી જાતે મરી મસાલા તૈયાર કરીને વેચતા હતા.
આ પણ જુઓ : બ્રિટનની ફાઈઝર કંપનીની કોરોના વેક્સિનને ઉપયોગ માટે મળી મંજૂરી
આજે દેશ ઉપરાંત દૂબઇ જેવા સ્થળે તેમની મરીમસાલાની 18 ફેક્ટરી છે. એમાં કુલ 62 પ્રોડક્ટ તૈયાર થઇને દુનિયાભરના દેશોમાં જાય છે. પોતાની કંપનીની જાહેરખબરમાં ધંધાદારી મોડેલ્સને લેવાને બદલે એ પોતે રજૂ થતા અને પોતાની પ્રોડ્ક્ટસની વાત કરતા.
શું તમે ગુજરાતી છો? તો અમારું પેજ લાઈક કરો.