Mehsana
મહેસાણા શહેરના રંજનના ઢાળમાં સોશિયલ ડિસ્ટન્સનો ભંગ કરનારા વેપારીઓને પાલિકાએ નોટિસ આપી દુકાનને સીલ મારતા અન્ય વેપારીઓમાં ફફડાટ પ્રસર્યો હતો.
શહેરમાં કોરોના સંક્રમણ વધતાં સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક ન પહેરનારાઓની સાથોસાથ દુકાનદારો પણ દંડાઇ રહ્યા છે ત્યારે પાલિકા પ્રમુખ નવિનભાઇ પરમાર અને પાલિકાની ટીમે દુકાનોમાં સોશિયલ ડિસ્ટન્સ રખાય છે કે કેમ તેની જાત તપાસ કરી હતી.
તપાસ દરમિયાન રંજનના ઢાળમાં દીપ ડ્રેસીસ અને તેની બાજુમાં આવેલ આર.કે.એમ્પોરીયમમાં ગ્રાહકો સોશિયલ ડિસ્ટન્સ વિના જણાતા વેપારીને નોટિસ આપી દુકાનને સીલ માર્યુ હતુ.
પાલિકાના ગુમાસ્તાધારાના કહેવા મુજબ અગાઉ આ સંબંધે સુચના આપી હતી પરંતુ વેપારીઓએ આ બાબતે દુર્લક્ષતા સેવતા બે દુકાનો સીલ કરાઇ છે. બન્ને વેપારીને રૂ 500નો દંડ કરાયો છે અને દંડ ભર્યા બાદ દુકાન ખુલી શકે છે.
શું તમે ગુજરાતી છો? તો અમારું પેજ લાઈક કરો.