Corona patients
કોરોના દર્દીઓના (Corona patients) ઘર બહાર પોસ્ટર લગાવવાની જરૂરિયાત નથી. સુપ્રીમ કોર્ટનું કહેવું છે કે જો પોસ્ટર લગાવવા જરૂરી હોય તો આ પહેલા કેન્દ્ર સરકારનો આદેશ હોવો જરૂરી છે. આવું કરવાથી દર્દીઓ સાથે ભેદભાવ થઈ રહ્યો છે.
આ પહેલાની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે કડક ટિપ્પણી કરતા કહ્યું હતું કે, આ પ્રકારના પોસ્ટર્સ લગાવવાથી દર્દીઓને અછૂત સમજવામાં આવી રહ્યા છે. ઉપરાંત કોર્ટે કહ્યું કે નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ હેઠળ તંત્ર તરફથી આદેશ કરવામાં આવ્યો હોય તેવા જ કેસમાં આવા પોસ્ટર લગાવી શકાય છે.
આ પણ જુઓ: ગુજરાતમાં કોરોના વેક્સિન માટે 50થી ઉપરના વ્યક્તિઓનો ડેટા બેઝ બનાવાશે
સરકાર તરફથી સૉલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું હતું કે કેન્દ્ર સરકારે આવો કોઈ આદેશ આપ્યો નથી. પોસ્ટર લગાવવાનો નિર્ણય રાજ્ય સરકારોનો છે. દર્દીઓના પાડોશીઓ કે અન્ય લોકો આ ઘરની આસપાસ ન જાય. અને કોરોનાથી બચી શકાય છે. તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.
જયારે આના પર સુપ્રીમ કોર્ટે કહ્યું કે, વાસ્તવીકતા કંઈક જુદી જ છે, પોસ્ટર લગાવવાથી લોકો દર્દીઓને અછૂત સમજી તેમની સાથે અછૂત જેવું વર્તન કરી રહ્યા છે.
શું તમે ગુજરાતી છો? તો અમારું પેજ લાઈક કરો.