VJ Chitra Kamaraj

VJ Chitra Kamaraj

સાઉથની અભિનેત્રી વીજે ચિત્રા કામરાજ (VJ Chitra Kamaraj) નું આત્મહત્યાથી નિધન થયું છે. તેની ઉંમર ઉંમર માત્ર 28 વર્ષ હતી. સાઉથની અભિનેત્રી વીજે ચિત્રાના નિધનથી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં શોકની લહેર ફેલાઈ ગઈ છે. .

વીજે ચિત્રાની હાલમાં જ ચેન્નાઈના એક જાણીતા બિઝનેસમેન હેમંત રવિ સાથે સગાઈ કરી હતી. કહેવાય છે કે ચિત્રા કામરાજે ચેન્નાઈના નસરપેટમાં એક હોટલમાં ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી છે. હોટલના રૂમમાં તેનો મૃતદેહ લટકેલી અવસ્થામાં મળી આવ્યો છે. રિપોર્ટ્સનું કહેવું છે કે ચિત્રા ડિપ્રેશનમાં હતી. તે રાતે લગભગ 2.30 વાગે શુટિંગ પતાવીને હોટલ પાછી ફરી હતી. તે હોટલમાં તેના મંગેતર સાથે રહેતી હતી.

આ પણ જુઓ : ગુજરાતમાં કોરોના વેક્સિન માટે 50થી ઉપરના વ્યક્તિઓનો ડેટા બેઝ બનાવાશે

પોલીસને આપેલા નિવેદનમાં હેમંતે જણાવ્યું કે હોટલ આવ્યા બાદ ચિત્રાએ કહ્યું કે તે ન્હાવા જઈ રહી છે. પરંતુ ઘણીવાર થઈ છતાં તે બહાર આવી નહતી. દરવાજો ખટખટાવ્યો છતાં કોઈ પ્રતિક્રિયા આવી નહીં ત્યારે તેણે હોટલના સ્ટાફને જણાવ્યું. ત્યારબાદ ડુપ્લિકેટ ચાવીથી દરવાજો ખોલવામાં આવ્યો. દરવાજો ખોલતા જ વીજે ચિત્રાનો મૃતદેહ સિલિંગ સાથે લટકેલી હાલતમાં જોયો. 

શું તમે ગુજરાતી છો? તો અમારું પેજ લાઈક કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024