Uttar Pradesh
ઉત્તર પ્રદેશ (Uttar Pradesh)ના મેરઠમાં સામાન્ય બાબતમાં ભાઈએ પોતાની બહેનને ગોળી મારીને હત્યા કરી દીધી. ત્યારબાદ બહેનની હત્યા કર્યા બાદ ભાઈએ જાતે ફોન કરી તેના વિશે પોલીસને જાણકારી આપી સરેન્ડર કરી દીધું. પોલીસે લાશને કબજામાં લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી છે. હવે પોલીસે મામલો નોંધી તપાસ શરૂ કરી દીધી છે.
જાણકારી મુજબ, મામલો UPના મેરઠના ગંગાનગર સ્થિત કૈલાશ વાટિકાનો છે. કૈલાશ વાટિકામાં રહેનારો આશીષ કન્ટ્રોંક્શન અને પ્રોપર્ટી ડીલરનું કામ કરે છે. આશીષ કૂતરા પણ પાળી રહ્યો છે.
આ પણ જુઓ : રશિયાની Sputnik V આટલા વર્ષ સુધી કોરોનાથી આપશે સુરક્ષા
પોલીસના જણાવ્યા મુજબ, આશીષે પોતાની બહેન પારૂલને કૂતરાઓ માટે રોટલી બનાવવા માટે કહ્યું હતું જેનો તેણે ઈન્કાર કરતા ભાઈ અને બહેનની વચ્ચે ઝઘડો થયો હતો. આ ઝઘડાના કારણે આશીષે પિસ્તોલથી બહેન પારૂલને પહેલા માથા અને પછી છાતીમાં ગોળી મારી દીધી. તેનાથી પારૂલનું ઘટનાસ્થળે જ મોત થઈ ગયું.
ગોળીનો અવાજ સાંભળીને પારૂલની માતા તથા આસપાસના લોકો દોડીને ઘટનાસ્થળે પહોંચ્યા, જ્યાં પારૂલની લાશ જમીન પર પડી હતી. ત્યારબાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી આશીષની ધરપકડ કરી હતી.
શું તમે ગુજરાતી છો? તો અમારું પેજ લાઈક કરો.
