Intern doctors
ગુજરાતની સરકારી અને જીએમઈઆરએસ મેડિકલ કોલેજોના 20 હજારથી વધુ ઈન્ટર્ન ડોક્ટરો (Intern doctors) દ્વારા સ્ટાઈપેન્ડ વધારાની માંગ સાથે 15મીથી અચોક્કસ મુદતની હડતાળ શરુ કરાઈ હતી. સાથે 21મીથી રેસિડેન્ટ ડોક્ટરોએ પણ જોડાવાની ચીમકીઉચ્ચારી હતી.
ત્યારે આરોગ્ય મંત્રી નીતિન પટેલે સ્ટાઈપેન્ડ વધારાની ખાત્રી આપતા ઈન્ટર્ન ડોક્ટરોએ હડતાળ પાછી ખેંચી લીધી છે. ઈન્ટર્ન ડોકટરો દ્વારા સતત ત્રણ દિવસથી ઓપીડી સહિતની ફરજમાંથી દૂર રહી કોલેજો ખાતે ધરણા કરવામા આવી રહ્યા હતા. સરકારે હડતાળને ગેરવ્યાજબી ઠેરવી પગલા લેવાની ચીમકી આપતા અને સમાધાન માટે ઈન્ટર્ન્સને ન બોલાવાતા ભારે રોષ ફેલાયો હતો.
આ પણ જુઓ : અમદાવાદ: દેહજ માટે સાસરિયાના ત્રાસથી પરિણીતાએ કરી આત્મહત્યા
ઈમર્જન્સ સેવાઓ પણ બંધ થવાની પરિસ્થિતિ ઉભી થાય તેમ હતી. જેથી અંતે સરકાર હરકતમાં આવી ઈન્ટર્ન ડોક્ટરોના પ્રતિનિધિઓ તથા ભાજપ નેતા સાથે આરોગ્યમંત્રીએ બેઠક કરી હતી. જેમાં સ્ટાઈપેન્ડ વધારો કરવાની અને બેથી ત્રણ દિવસમાં નિર્ણય જાહેર કરવાની ખાત્રી આપી હતી.
સરકારે ત્રણ માંગોમાંથી માત્ર સ્ટાઈપેન્ડ જ માંગ સ્વીકારી છે બોન્ડ અને કોવિડ ડયુટી માટે પ્રતિ કલાક મહેનતાણાની માંગ સ્વીકારી નથી. ઈન્ટર્ન ડોકટરોએ હાલ બિનશરતી રીતે હડતાળ સ્થગિત કરી દીધી છે.
શું તમે ગુજરાતી છો? તો અમારું પેજ લાઈક કરો.