Surat
સુરત (Surat) માં લીંબાયત વિસ્તારમાં રહેતી 17 વર્ષીય તરુણીને પેટમાં દુખાવો થતા સારવાર માટે હૉસ્પિટલ ખસેડવામાં આવી હતી. તપાસ કરતા ખબર પડી કે તે ગર્ભવતી છે.
મૂળ તાપી જીલ્લાની વતની અને સુરતના લીંબાયત વિસ્તારમાં રહેતી મહિલાના પતિનું પાંચ માસ અગાઉ અવસાન થયું હતું. છૂટક મજૂરીકામ કરતી મહિલાએ આથી વતનમાં દિયરના ઘરે રહેતી સૌથી મોટી પુત્રીની જોડે બોલાવી લીધી હતી. પોતાની પુત્રીને મનપા કોન્ટ્રાક હેઠળ કચરાના ટ્રેકટર ઉપર કામ પર મૂકી હતી.
આ દરમિયાન કામ કરતી તરુણીને ત્રણ દિવસ પહેલા પેટમાં અચાનક દુખાવો થવા લાગ્યો હતો. બે દિવસ તો માતાએ સામાન્ય તબીબની દવા આપી પણ ફર્ક પડતા તપાસ કરતા ખબર પડી કે તે ગર્ભવતી છે. સારવાર દરમિયાન તરૂણી ગર્ભવતી હોવાનું અને તરુણીને બે માસનો ગર્ભ હોવાનું તબીબો એ નિદાન કર્યું હતું.
આ પણ જુઓ : હેડમાસ્ટરે અશ્લીલ વિડિયો દેખાડીને પાંચ બાળા પર દુષ્કર્મ આચર્યું
આ અંગે માતાએ પૂછતાં તરુણીએ કહ્યું કે, તેની સાથે કામ કરતો ગણેશ ઓક્ટોબરમાં તરૂણીને તેના ઘરે લઇ ગયો હતો અને બળ જબરીથી શરીર સંબંધ બાંધ્યો હતો. ત્યાર બાદ બંનેએ અવારનવાર શરીર સંબંધ બાંધતા તે ગર્ભવતી બની હતી. આ મામલે ગણેશ વિરુદ્ધ લીબાયત પોલીસ મથકે બળાત્કારની ફરિયાદ નોંધીને વધુ તપાસ શરુ કરી છે.
શું તમે ગુજરાતી છો? તો અમારું પેજ લાઈક કરો.