Udhana
ઉધના (Udhana) માં છ વર્ષીય બાળાને મોબાઇલમાં અશ્લીલ વીડિયો બતાવી 60 વર્ષીય સિક્યોરિટી ગાર્ડે અડપલાં કરવાનો બનાવ બન્યો હતો. બાળાને 10 રૂપિયાની નોટ આપી ધમકાવનાર આરોપી બીજા દિવસે સાંજે ફરી બાળા સાથે છેડતી કરવા જતા સ્થાનિકોએ વૃદ્ધને પકડી પાડી મેથીપાક આપી ઉધના પોલીસને સોંપી દીધો હતો.
પ્રાપ્ત માહિતી પ્રમાણે ઉધનામાં દાઉદનગરમાં રહેતા વહોરા પરિવારની છ વર્ષની બાળા ગત તા. 30મીએ સાંજે ઘર પાસે 4 વર્ષની બહેનપણી સાથે રમી રહી હતી. આ દરમિયાન નજીકમાં પટેલનગર ખાતે રહેતા 60 વર્ષીય અશોક રાણાએ છ વર્ષીય બાળાને લલચાવી-ફોસલાવી મોબાઇલમાં અશ્લીલ વીડિયો બતાવ્યો હતો. ત્યારબાદ તેને બાળા સાથે શારીરિક અડપલાં કર્યા હતાં.
આ પણ જુઓ : અમદાવાદની 7 વર્ષની છોકરીને પોર્ન વીડિયો જોવાની લત લાગી…
નરાધમ અશોક રાણાએ બાળાને 10 રૂપિયાની નોટ આપી કોઈને ના કહેવાની તેમજ મારી નાખવાની ધમકી આપી હતી. ગભરાઇ ગયેલી બાળાએ ઘરે જઇ માતા-પિતાને જાણ કરતા તેઓએ સ્થાનિક વિસ્તારના સીસીટીવી ફૂટેજ ચેક કર્યા હતા. આરોપીએ મોઢે માસ્ક પહેરેલું હોવાથી ઓળખ થઇ શકી ન હતી.
આ પણ જુઓ : બે યુવાનોએ વૃદ્ધને સમલૈંગિક સંબંધોની લાલચ આપી હનીટ્રેપમાં ફસાવ્યા
ત્યારબાદ બીજા દિવસે પણ સાંજે આ ઘટનાનું પુનરાવર્તન થયું હતુ. અશોક રાણાએ ફરી આ જ બાળા સાથે છેડતી કરવાની કોશિશ કરતા સ્થાનિક લોકોએ આવી જઇ તેને મેથીપાક આપ્યો હતો. ઉધના પોલીસે છેડતી અને પોક્સો એક્ટ અન્વયે ગુનો નોંધી આરોપી અશોક શિવલાલ રાણાની ધરપકડ કરી હતી.
શું તમે ગુજરાતી છો? તો અમારું પેજ લાઈક કરો.