Pfizer corona vaccine

Pfizer vaccine

બ્રિટન તેમજ અનેક દેશોએ કોરોનાને લઇ સ્થિતિ ખરાબ થતા ફાઈઝર (Pfizer vaccine) સહિતની રસીઓને મંજૂરી આપી દીધી છે. પરંતુ હવે કોરોનાની આ રસીઓની આડ અસરો સામે આવી રહી છે. પોર્ટુગલમાં એક હેલ્થ વર્કરને કોરોનાની ફાઈઝર રસી આપ્યાના બે દિવસ પછી તેનું મોત નીપજ્યું છે. આ ઘટનાને લઇ રસીની અસરકારકતા પર સવાલ ઊભા થવા લાગ્યા છે. 

બ્રિટન, અમેરિકા પછી યુરોપના અનેક દેશોએ ફાઈઝર અને બાયોએનટેક દ્વારા ઉત્પાદિત રસીને તાત્કાલિક અસરથી વપરાશ માટે મંજૂરી આપી દીધી છે. સ્થાનિક મીડિયાના અહેવાલ મુજબ 30 મી ડિસેમ્બરે પોર્ટુગલના પોર્ટોમાં પોર્ટુગીઝ ઈન્સ્ટિટયૂટ ઓફ ઓન્કોલોજીમાં હેલ્થ વર્કર સોનિયાને રસી અપાઈ હતી.

આ પણ જુઓ : જોધપુર ટેકરા પાસે BRTSનું ટાયર ફાટતા અકસ્માત

સોનિયાના પિતાએ જણાવ્યું હતું કે રસી લીધા પહેલાં તેને સ્વાસ્થ્ય સંબંધિત કોઈ તકલીફ નહોતી. નવા વર્ષે 1 જાન્યુઆરીએ જ 41 વર્ષીય હેલ્થ વર્કરનું મોત નીપજ્યું હતું. સોનિયાના મોતનું ચોક્કસ કારણ જાણવા તેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી અપાયો હતો. તેના પરિવારે સ્વાસ્થ્ય વિભાગ પાસેથી જવાબ માગ્યો હતો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024